બારાબાંકીમાં 6 વર્ષની બાળકી બની ઈન્સ્પેકટર, સંભાળી આટલી મોટી જવાબદારી

PC: zeenews.com

મિશન શક્તિ હેઠળ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યભરમાં 1535 પોલીસ સ્ટેશનોમાં શરૂ કરવામાં આવેલા મહિલા ડેસ્કનું ઉદ્દઘાટન કર્યું હતું. પરંતુ લખનૌના બારાબાંકીમાં મહિલા શક્તિ હેલ્પ ડેસ્કની શરૂઆત કરાવવા માટે 6 વર્ષની એક નાનકડી ઈન્સ્પેક્ટર પહોંચી હતી.

આ નાનકડી ઈન્સ્પેક્ટરનું નામ અલીના સિદ્દીકી છે અને તેણે રિબીન કાપીને મહિલા શક્તિ ડેસ્ક હેલ્પની શરૂઆત કરાવી છે. પોલીસ ઈન્સ્પેક્ટરની વર્દીમાં પહોંચેલી અલીના સિદ્દીકીએ મહિલ હેલ્પ ડેસ્ક ફતેહપુરનો  ઈન્ચાર્જ પણ સંભાળ્યો હતો. ઈન્સ્પેક્ટરના વેશમાં અલીના ઘણી સુંદર લાગી રહી હતી.પોલીસ સ્ટેશને પહોંચવા પર પોલીસકર્મીઓએ તેનું ગુલાબ આપીને સ્વાગત કર્યું હતું. ખુરશી પર બેસ્યા પછી 6 વર્ષની આ નાનકડી ઈન્સ્પેક્ટરે પોલીસકર્મીઓ પાસેથી વિવિધ જાણાકરી મેળવી હતી અને તેમને સલાહ-સૂચનો પણ આપ્યા હતા.

અસલમાં રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધ અને બાળકીઓની રેપ કરવા બાદ થઈ રહેલી હત્યાઓની સંખ્યા જોતા સરકાર દ્વારા રાજ્યના પોલીસ સ્ટેશનોમાં મહિલા હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. અહીં મહિલાઓ અને બાળકીઓ સંબંધિત ફરિયાદને વિશેષ રૂપથી સાંભળવામાં આવશે. બારાબાંકીના ફતેહપુરમાં કોતવાલીમાં મહિલાઓ અને બાળકીઓમાં સશક્તિકરણનો ભાવ જગાવવા માટે મહિલા હેલ્પ ડેસ્કની શરૂઆતની જવાબદારી આ 6 વર્ષની બાળકીને સોંપવામાં આવી હતી. અલીનાએ આ જવાબદારીને ન માત્ર સારી રીતે નિભાવી પરંતુ આ વરદી પ્રત્યે સન્માન પણ દેખાડ્યું હતું. આ રીતના પ્રયોગ કરીને પોલીસે મહિલાઓ અને બાળકીઓમાં પોતાના પ્રતિ વિશ્વાસ વધારવાની પહેલ કરી છે. છેલ્લા 1-2 મહિનામાં યુપીને શર્મસાર કરી દે તેવી મહિલાઓ વિરુદ્ધ થયેલી રેપની ઘણી ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાની ચર્ચા આખા દેશની સાથે દુનિયાભરમાં થયેલી જોવા મળે છે.

યુપીના હાથરસ ગામમાં 19 વર્ષની દલિત યુવતી પર ગેંગરેપ કર્યા બાદ તેને મરવા માટે છોડી દેવામાં આવી હતી, જેમાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું અને ત્યાંની પોલીસે યુવતીની લાશ તેના પરિવારજનોને સોંપવાને બદલે રાતોરાત તેના અગ્નિ સંસ્કાર પરિવારની હાજરી વગર જ કરી નાખ્યા હતા, જેની આખા દેશમાં ઘણી નિંદા થઈ રહી છે. તેની સાથે પીડિતાને ન્યાય અપાવવા માટે પણ આખો દેશ એકસાથે આવીને ઊભો છે. હાથરસની આ ઘટનાએ દેશના લોકોને 2012માં થયેલા નિર્ભયા ગેંગરેપની યાદ અપાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp