7 વર્ષમાં 7વાર બની ગર્ભવતી, લિંગ પરીક્ષણમા નીકળી દીકરી, જબરદસ્તી કરાવાયો ગર્ભપાત

PC: nyt.com

હૈદરાબાદમાં રહેતી સુમતિના લગ્નને 10 વર્ષ થઈ ગયા છે. 31 વર્ષની સુમતિ રાત્રે અચાનક બૂમ પાડીને જાગી જાય છે. તેને સપનામાં દેખાય છે કે તેને ગર્ભપાત કરાવવા માટે લઈ જવામાં આવી રહી છે. સુમતિનો આ ડર એમ જ નથી, તેના 7વારના ગર્ભપાતનું પરિણામ છે. 7 વર્ષમાં તે 7વાર ગર્ભવતી બની. દર વખતે તેના સાસરિયાઓ બળજબરીપૂર્વક તેના ગર્ભમાં રહેલા બાળકનું લિંગ પરીક્ષણ કરાવવા લઈ ગયા અને દીકરી હોવાની જાણ થતા તેનું ગર્ભપાત કરાવડાવ્યું. તે આઠમીવાર ગર્ભવતી બની છે. આ વખતે પણ તેને ગર્ભ પરીક્ષણ માટે લઈ જવામાં આવી. પરંતુ આ વખતે ગર્ભમાં દીકરો હોવાની વાત જાણવા મળતા તેની ગર્ભપાતની શ્રૃંખલા પૂર્ણ થઈ.

સુમતિની એક પછી એક ગર્ભપાતની શ્રૃંખલા ભલે પૂર્ણ થઈ ગઈ હોય, પરંતુ આ ઘટનાઓને કારણે તેને માનસિક આઘાત લાગ્યો છે. તેની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે, જેને કારણે તેને માનસિક રોગ વિશેષજ્ઞ પાસે લઈ જવી પડી. તેની સારવાર કરનાર ડૉક્ટરે જણાવ્યું હતું કે, સુમતિ તૂટી ગઈ છે. તેના મગજમાં ઘણી બધી વાતો ચાલતી રહે છે. લાંબા સમયથી આઘાત સહન કરી રહેલી સુમતિ ગંભીર માનસિક તાણમાંથી પસાર થઈ રહી છે. તેનું પરિણામ એ આવ્યું કે, તેના મગજની ચિંતા ખરાબ સપનાના રૂપે બહાર આવે છે. માનસિક અથવા શારીરિકરીતે ટ્રોમામાં આવેલી સુમતિને તેમાંથી બહાર નીકળવાનો સમય જ ના મળ્યો. એક ગર્ભપાતના આઘાતમાંથી તે બહાર આવે તે પહેલા તો બીજો ગર્ભપાત કરાવી દેવામાં આવતો હતો.

આ અંગે સુમતિનું કહેવું છે કે, સારું થયું તેણે દીકરીને જન્મ ના આપ્યો. નહીં તો તેની દીકરીઓએ પણ આવા જ આઘાત અને પીડામાંથી પસાર થવું પડતે. તેણે પણ પોતાની દીકરીને આ જ રીતે પોતાના ભાગ્ય પર છોડી દેવી પડતે, જે રીતે તેના માતા-પિતાએ તેને છોડી દીધી.

ભરોસા અને શી ટીમ સાથે કામ કરતા મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આવા તો ઘણા કિસ્સાઓ તેમની સામે આવતા હોય છે અને દીકરાની લાલસામાં 3 ગર્ભપાત તો સામાન્ય બાબત બની ગઈ છે. આપણા આધુનિક કહેવાતા સમાજમાં આજે પણ દીકરાને દીકરીની ઉપર મુકવામાં આવે છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp