7માં ધોરણનો આ વિદ્યાર્થી છે Data Scientist, આ સોફ્ટવેર કંપનીમાં કરે છે કામ

PC: amazonaws.com

12 વર્ષનો આ છોકરો હૈદરાબાદની એક સોફ્ટવેર કંપનીમાં Data Scientistની નોકરી કરે છે. ત્યાર બાદ આ બાળક લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સિદ્ધાર્થ શ્રીવાસ્તવ પિલ્લી 7માં ધોરણમાં ભણે છે. હૈદરાબાદની સોફ્ટવેર કંપની મોન્ટેનકે સ્માર્ટ બિઝનેસ સોલ્યૂશનમાં તે Data Scientistની પોઝિશન પર છે.

એક ન્યૂઝ એજન્સીને સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, હું 12 વર્ષનો છું અને મોન્ટેનકે સ્માર્ટ સોફ્ટવેર કંપનીમાં Data Scientistનું કામ કરું છું. હું ચૈતન્ય ટેક્નો સ્કૂલમાં 7માં ધોરણમાં અભ્યાસ કરું છું. અને સોફ્ટવેર કંપનીનો એક હિસ્સો બનવા માટે મારી પ્રેરણા તન્મય બક્શી છે. તેમણે ગૂગલમાં નાની ઉંમરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. અને તે દુનિયાને એ સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેંસ ક્રાંતિ કેટલી સુંદર છે.

સિદ્ધાર્થે કહ્યું, હું મારા પિતાનો આભાર માનું છું કે તેમણે મને આટલી નાની ઉંમરમાં કોડિંગ કરતા શીખવાડ્યું. જે વ્યક્તિએ આટલી નાની ઉંમરમાં મને નોકરી અપાવડાવવામાં મારી મદદ કરી, તે મારા પિતા છે. તેમણે જ મને કોડિંગ શીખવાડ્યું અને હું આજે જે પણ કરી રહ્યો છું, તે તેમના કારણે છે.

નાની ઉંમરમાં મોટા કામ કરનારા બાળકોના આવા તો ઘણાં કિસ્સા છે. જેઓ પોતાની મહેનત અને લગનના પ્રતાપે મોટું મોટું કામ કરી જાણે છે. નાની ઉંમરમાં મોટી ઉંમરના વ્યક્તિ જેવું કામ કરવું સરળ નથી. સિદ્ધાર્થે આ મુકામે પહોંચવા સારી એવી મહેનત કરી છે. તે પ્રશંસાને લાયક છે. જે અન્ય બાળકોને પણ કંઈક નોખું કરવાની પ્રેરણા આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp