8 વર્ષના બાળકના 90% ફેફસા ખરાબ, કિડની-લીવર પર અસર છતા ટેસ્ટમાં કોરોના ન દેખાયો

PC: toiimg.com

બિહારના દરભંગા જિલ્લામાં રવિવારે 24 કલાકમાં એક દોઢ મહિનાના માસૂમ સહિત 4 બાળકોના મોત થયા. એવામાં હવે લોકો કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવા લાગ્યા છે. એક નવો કેસ પટનાના IGIMS હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. છપરાના એક 8 વર્ષના માસૂમમાં કોરોના સંક્રમણ જોઇ ડૉક્ટરો પણ ત્રીજી લહેરના ખૌફમાં આવી ગયા છે.

મામૂમના 90 ટકા ફેફસા ખરાબ થઇ ચૂક્યા હતા અને સંક્રમણના કારણે લીવર અને કિડની પર પણ અસર પડી હતી. RT-PCR અને એન્ટીજન રિપોર્ટમાં કોરોના નેગેટિવ આવ્યો હતો. ત્યાર પછી સિટી-સ્કેનની રિપોર્ટ જોઇ ડૉક્ટરોના હોંશ ઉડી ગયા. ડૉક્ટરોની ટીમે બાળકને બચાવવામાં તમામ તાકાત લગાવી અને તેઓ ઘણી હદ સુધી તેમાં સફળ રહ્યા છે.

IGIMSના ડૉક્ટર મનીષ મંડલનું કહેવું છે કે બાળકને તેના પરિજનો 22 મેના રોજ લઇને આવ્યા હતા. બાળકને તાવની સાથે ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. માસૂમને ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યો. એ દરમિયાન ટેસ્ટ કરવામાં આવી, જેમાં માલૂમ પડ્યું કે બાળકના ફેફસા, કિડની અને લીવર ગંભીર રીતે સંક્રમિત થયા છે. જેથી તેના જીવને જોખમ છે.

ડૉક્ટરોની આખી ટીમ લાગી ગઇ. RT-PCR ટેસ્ટ કરવામાં આવી તો રિપોર્ટ નેગેટિવ હતી. પણ જ્યારે સિટી-સ્કેનની રિપોર્ટ ડૉક્ટરોની સામે આવી તો તેમના હોંશ ઉડી ગયા. કોરોના નેગેટિવ હોવા છતાં માસૂમના 90 ટકા ફેફસા સંક્રમિત થઇ ચૂક્યા હતા.

ડૉક્ટરો અનુસાર, માસૂમની સ્થિતિ બગડી રહી હતી અને ટીમનો પ્રયાસ પણ વધી ગયો હતો. આ દરમિયાન બાળકને એન્ટીબાયોટિક ઉપરાંત રેમડેસિવીર ઇન્જેક્શન અને સ્ટેરોઇડની સાથે નેબુલાઇઝેશન આપવામાં આવ્યું. શ્વાસ લેવામાં એટલી તકલીફ હતી કે 16 લીટર પ્રતિ મિનિટના હિસાબે ઓક્સિજન આપવામાં આવી રહ્યું હતું.

ઈમરજન્સીમાંથી 27 મેના રોજ બાળકને PICUમાં શિફ્ટ કરવામાં આવ્યો, જ્યાં શિશુ રોગ વિભાગના ડૉ.રાકેશ કુમાર, ડૉ.આનંદ કુમાર ગુપ્તા અને ડૉ.સુનીલ કુમારની સાથે ઘણાં ડૉક્ટરોની ટીમ સારવારમાં લાગી હતી.

આખરે ડૉક્ટરોની મહેનત ફળી અને માસૂમની સ્થિતિમાં સુધારો દેખાયો. બાળકની સ્થિતિમાં ખાસ્સો સુધારો છે અને તે જાતે ખાવા-પીવા લાગ્યો છે.

એવું લાગ્યું કે ત્રીજી લહેરનો ખતરો

ડૉ.મંડલે જણાવ્યું કે, સિટી સ્કેનમાં કોરોના સંક્રમણની પુષ્ટિ પછી માસૂમના જીવના જોખમ વિશે અંદાજો લાગ્યો. કોરોનાથી માનવીના ફેફસા સંક્રમિત થાય છે પણ બાળકોનો કેસ ચોંકાવનારો હતો. સંક્રમણમાં ફેફસા સંપૂર્ણ રીતે કે પછી થોડા અંશે કામ કરવાના બંધ કરી દે છે પણ બાળકના ફેફસાની સાથે કિડની અને લીવર પણ સંક્રમિત થયા હતા.

આવું જોઇ સારવાર કરી રહેલા ડૉક્ટરોને આશંકા થઇ કે આ કોરોનાની ત્રીજી લહેર તો નથી ને. બાળકો પર કોરોના એટેકને લઇ ખાસ્સો ડર હતો, પણ ગંભીર સ્થિતિ પછી તેઓ સારવારમાં લાગી રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp