સુહાગરાતે પતિ બન્યો હેવાન, પીરિયડ્સ દરમિયાન પત્નીને માર મારી કર્યો રેપ

PC: loverofsadness.net

મિસ્ત્રમાં એક ટીવી શો પર દર્શાવવામાં આવેલા એક સીન બાદ મહિલાઓએ પોતાની સાથે થયેલા ખરાબ અનુભવોને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ પોસ્ટ્સમાં એક મહિલાનું કહેવુ હતું કે, તેના પતિ ખૂબ જ સંવેદનશીલ અને સારા વ્યક્તિ હતા, પરંતુ જ્યારે તે પ્રેગ્નેન્ટ હતી તો તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું, તેને કારણે તેનું જીવન સંપૂર્ણરીતે બદલાઈ ગયું. તે મહિલાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, તેઓ શાનદાર વ્યક્તિ હતા. જોકે જ્યારે અમારા લગ્નને એક વર્ષ થયું હતું, તે સમયે હું પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી અને મારી ડીલિવરી થવાની હતી. જોકે, આ દરમિયાન અમારી વચ્ચે લડાઈ થઈ ગઈ હતી, ત્યારબાદ તેણે મને સજા આપવાનો નિર્ણય કર્યો હતો.

તે મહિલાએ આગળ લખ્યું કે, તેણે મારી સાથે બળજબરીપૂર્વક સંબંધ બનાવવાનો પ્રયત્ન કર્યો અને મારી સાથે રેપ કર્યું હતું. તેને કારણે મારું મિસકેરેજ થઈ ગયું હતું. મેં એક લાંબી લડાઈ બાદ મારા પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા અને તેનાથી અલગ થઈ ગઈ હતી, પરંતુ આજે પણ મને મારું બાળક ગુમાવવાનં દુઃખ છે. આ ઉપરાંત, એક 34 વર્ષીય મહિલાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, સુહાગરાતની રાતે મારા પીરિયડ્સ ચાલુ હતા આથી મેં તેને સેક્સ કરવાની ના પાડી દીધી હતી. તેને લાગ્યું કે, હું તેને ઈન્ટિમેટ થવાની ના પાડી રહી છું. ત્યારબાદ તેણે મને માર માર્યો અને મારી સાથે રેપ કર્યો.

નેશનલ કાઉન્સિલ ફોર વુમનના એક રિપોર્ટ અનુસાર, દર વર્ષે સરેરાશ 6500 એવા કેસ મિસ્ત્રમાં આવે છે, જેમા પતિ દ્વારા મહિલાઓ પર મેરિટલ રેપ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને બળજબરીપૂર્વક સેક્સ્યુઅલ પ્રેક્ટિસની ઘટનાઓ સામેલ હોય છે. વુમન સેન્ટર ફોર ગાયડન્સના એક વકીલ અને એક્ઝીક્યુટિવ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, મિસ્ત્રમાં એક કલ્ચર ખૂબ જ સામાન્ય છે, જે અનુસાર એક મહિલા પોતાના પતિ માટે સંબંધ બનાવવા માટે 24 કલાક ઉપલબ્ધ છે, જેના કારણે મેરિટલ રેપ જેવી ઘટનાઓ સામે આવે છે.

જોકે, આ મામલામાં મિસ્ત્રની ઈસ્લામિક એડવાઈઝરી લોબીના સભ્ય દાર એસ-ઈફ્તાએ કહ્યું કે, જો કોઈ વ્યક્તિ સંબંધ બનાવવા માટે પત્ની પર હિંસા કરે તો મહિલાની પાસે હક છે કે તે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે અને તેને સજા અપાવી શકે છે. તેમ છતા છેલ્લાં બે વર્ષોમાં વુમન સેન્ટર ફોર ગાયડન્સે 200 કરતા વધુ મેરિટલ રેપ છેલ્લાં બે વર્ષોમાં દાખલ કર્યા છે. WHOના જણાવ્યા અનુસાર, મેરિટલ રેપ એક પ્રકારની સેક્સ્યૂઅલ હિંસા છે પરંતુ મિસ્ત્રના કાયદામાં મેરિટલ રેપને અપરાધ ગણવામાં નથી આવતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp