આ ભારતીય મહિલા બન્યા વર્લ્ડ બેંકના MD અને CFO

PC: therealnews.com

વર્લ્ડ બેંકના મેનેજિંગ ડિરેક્ટર(MD) અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર(CFO) તરીકે અંશુલા કાંતને નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર છે. સમગ્ર ભારત દેશ માટે આ ગૌરવ વાત છે કે, એક ભારતીય મહિલાને વર્લ્ડ બેંકના MD બનાવવામાં આવ્યા છે. વર્લ્ડ બેંકના અધ્યક્ષ ડેવિડ મલ્પાસે શુક્રવારના રોજ વર્લ્ડ બેંકના MD તરીકે અંશુલા કાંતના નામની જાહેરાત કરી હતી.

મલ્પાસે કહ્યું હતું કે, મેનેજિંગ ડિરેક્ટર અને CFOના રૂપમાં અંશુલા કાંત વર્લ્ડ બેંક ગ્રુપમાં ફાઇનાન્સિયલ અને રિસ્ક મેનેજમેન્ટની જવાબદારી સંભાળશે. તેઓ અધ્યક્ષને રિપોર્ટ કરશે. ડેવિડ મલ્પાસે વધુમાં કહ્યું હતું કે, અંશુલા કાંતને વર્લ્ડ બેંક ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અને CFO નિયુક્ત કરતા મને ખૂબ ખુશી થઇ રહી છે. તેઓ પોતાની સાથે ફાઇનાન્સિયલ, બેન્કિંગનો 35 વર્ષનો અનુભવ લાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અંશુલા કાંતે દિલ્હીની લેડી શ્રીરામ કોલેજ ફોર વુમનથી ઇકોનોમિક ઓનર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમનું પોસ્ટ ગ્રેજ્યુએશન દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp