26th January selfie contest

વજન વધુ હોવાના કારણે ટ્રેનમાંથી ઉતારવામાં આવી, મહિલાએ આ રીતે ઉતાર્યું વજન

PC: instagram.com

પ્રેગનન્સી દરમિયાન મહિલાઓએ ઘણી મુશ્કેલીઓનો સમનો કરવો પડે છે. મૂડ સ્વિંગ, બોડી પેઈન, લોઅર બેક પેઈન, પગમાં સોજા, માથાનો દુખાવો વગેરે. પરંતુ આ મુશ્કેલી ભરી સ્થિતિમાં એક મહિલાએ પોતાનું વનજ ઓછું કર્યું છે. અસલમાં જ્યારે આ મહિલાએ વજન ઓછું કર્યું તે દરમિયાન તે પ્રેગનન્ટ હતી અને તે સમયમાં જ તેણે પોતાની ફિટનેસ જર્ની શરૂ કરી હતી. આ મહિલાએ પોતાની ગર્ભાવસ્થા દરમિયાન આશરે 63 કિલો વજન ઓછું કર્યું છે. પ્રેગનન્ટ હોવા છતા આશરે 63 કિલો જેટલું વજન ઓછું કરનારી મહિલાનું નામ ટૈનિસ હેમિંગ છે, જે ઈંગ્લેન્ડના મૈડસ્ટોનની રહેનારી છે.

જ્યારે તે 19 વર્ષની હતી તે સમયે તેનું વજન 133 કિલો હતું. આટલા વધારે વજનનું કારણ ખોટું ખાવાની આદત, પર્સનલ મુશ્કેલીઓ હતા, જેના કારણે તે વધારે ખાવાનું ખાતી હતી. ટૈનિસ હેમિંગના કહેવા પ્રમાણે, પર્સનલ મુશ્કેલીઓના કારણે તે રૂમમાં એકલી રહેતી હતી અને તે સમયે ખાવાનું  જ તેનો સહારો હતો. તે આખો દિવસ કેક, ચોકલેટ અને આઈસક્રીમ ખાયા કરતી હતી. તે કેડબરીની ચોકલેટ સૌથી વધારે ખાતી હતી કારણ કે તે ચોકલેટનો પર્પલ કલરનું પેકેટ તેને તેના એક મિત્રની યાદ અપાવતું હતું. એક ઈન્ટરવ્યું દરમિયાન ટૈનિસ હેમિંગે કહ્યું હતું કે તે ચોકલેટના પેકેટ ખરીદીને લાવતી હતી, જેમાં 6 ચોકલેટ આવતી હતી. તે આખા 1 પેકેટને એક જ વખતમાં ખાઈ જતી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Tannice Hemming (@tannice)

તેના પછી તે આખી કેકને પણ એક વખતમાં પૂરી કરી નાખતી હતી. તેની આ આદતોના કારણે ઘરના લોકો પણ પરેશાન થઈ ગયા હતા કારણ કે તેનું વજન ઘણું વધી ગયું હતું. જેના પછી તેણે દવાઓ લેવાનું શરૂ કર્યું અને તેનાથી પણ વજન વધતું ગયું. ટૈનિસે કહ્યું હતું કે હું હજુ 26 વર્ષની છું. લગ્ન પછી વધેલા વજનના કારણે બાળકને જન્મ આપવો વધારે મુશ્કેલ હતું પરંતુ કોઈ મુશ્કેલી વગર 2016માં મે એક છોકરીને જન્મ આપ્યો હતો.

લગ્ન પછી હું મારા પરિવાર સાથે સાઉથેન્ડની ટ્રીપ પર ગઈ હતી, ત્યારે બાળકોએ મને ટોય ટ્રેનમાં બેસવા માટે જીદ પકડી. પરંતુ મારું વજન ઘણું વધારે હતું જેના લીધે મને ટ્રેનમાં બેસવાની ના પાડી દેવામાં આવી હતી. બસ તે દિવસે પછી મેં વજન ઓછું કરવાનો પ્લાન બનાવી લીધો હતો.

મને હેલ્થ સંબંધિત કેટલીક મુશ્કેલીઓ થવા લાગી હતી. જેમ કે એનર્જીની કમી, સાંધામાં દુખાવો, થાક. જેવું હું ખાવાનું ખાઈ લેતી હતી મારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જતી હતી. પરંતુ મારી બીજી પ્રેગનન્સી દરમિયાન બે બાળકો મારા પેટમાં હતા અને તે જ સમયે મેં મારું વજન ઓછું કરવાનું નક્કી કરી લીધું હતું. આ સમયમાં મેં આશરે 63 કિલો વજન ઓછું કર્યું હતું. તેના પછી 2019માં તુર્કીમાં મેં ગેસ્ટ્રીક બાયપાસ સર્જરી પણ કરાવી. તેના પછી મેં મારા ડાયેટમાંથી બધી ખરાબ ખાવાની વસ્તુઓને હટાવી દીધી અને કસરત કરવાની શરૂ કરી દીધી હતી. તેની સાથે જ હું ઘણું ચાલતી હતી. ધીમે ધીમે મને રિઝલ્ટ જોવા મળ્યું અને મારું વજન ઓછું થતું ગયું. વજન ઓછું થવાની સાથે જ મારું મોટિવેશન વધી ગયું હતું, હવે તેને કેક, પેસ્ટ્રી કે ચોકલેટ ખાવાનું પસંદ નથી અને તે અંગે વિચારતી પણ નથી. જ્યારે હું મીઠાઈની દુકાનમાં જતી હતી તો સૌ મને જોયા કરતા હતા પરંતુ હવે જ્યારે મારું વજન ઓછું થઈ ગયું છે તો મને કોઈ આશ્ચર્યની રીતે નથી જોતું. સર્જરીના 5 મહિના પછી હું ફરીથી પ્રેગનન્ટ છું અને પેટમાં જુડવા બાળકો છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp