રાજ્યમાં દીકરીલક્ષી વિવિધ કાર્યક્રમોનું ડીડી ગીરનાર અને વંદે ગુજરાત ઉપર પ્રસારણ

PC: Khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા.07થી 13 જાન્યુઆરી-2021 દરમ્યાન ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અભિયાન હાથ ધરાશે. આ અભિયાન દ્વારા લોકોને અલગ અલગ માધ્યમો દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવા વિવિધ પ્રવ્રુતિ હાથ ધરી ‘બેટી બચાવો-બેટી પઢાવો’ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

દીકરીલક્ષી વિવિધ કાર્યક્રમોનું સાંજે 6-00 કલાકે ડીડી ગીરનાર અને વંદે ગુજરાત દ્વારા પ્રસારણ કરાશે. જેમાં તા. 07/01/2021 ના રોજ સાંજે 06.30થી 07.00 કલાકે દીકરીલક્ષી યોજનાઓ (ફોન ઇન લાઇવ), તા. 08/01/2021 ના રોજ સાંજે 06.00થી 06.45 કલાકે કીશોરીઓમાં પોષણ અને આરોગ્ય અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન, તા.09/01/2021 ના રોજ સાંજે 06.30થી 07.00 કલાકે દીકરીઓમાં માધ્યમિક શિક્ષણ માટે પ્રોત્સાહન (નાટક દ્વારા પ્રસ્તુત), તા. 10/01/2021 ના રોજ સાંજે 06.00થી 06.45 કલાકે સ્ત્રી ભૃણ હત્યા અટકાવો બેટી બચાવો (નાટક દ્વારા પ્રસ્તુત), તા. 11/01/2021 ના રોજ સાંજે 06.00થી 06.45 કલાકે દીકરીઓએ મેળવેલ સિધ્ધિઓની સાફલ્યગાથા (ડોક્યુમેન્ટરી ફીલ્મ તથા દીકરીઓની જુબાની), તા. 12/01/2021 ના રોજ સાંજે 06.00થી 06.45 કલાકે દીકરીઓ પર થતી જાતીય હિંસા/ગુનાઓ સામે સુરક્ષા અને સલામતીની (નાટક દ્વારા પ્રુસ્તુતી), તથા તા. 13/01/2021ના રોજ જિલ્લા કક્ષાએ દીકરી વધામણા કીટનું વિતરણ, દીકરીઓના નામની નેમ પ્લેટ અને વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાન્યુઆરી-2015માં હરીયાણાના પાણીપત ખાતેથી ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના વર્ષ 2016થી ગુજરાત રાજ્યના કુલ 22 જિલાઓમાં કાર્યરત છે. આ સપ્તાહની ઉજવણી દરમિયાન દીકરી જન્મને પ્રોત્સાહન, દીકરીને શિક્ષણ, દીકરીઓની સુરક્ષા તથા કીશોરીઓના આરોગ્ય અને પોષણ અંગે તજજ્ઞો દ્વારા ડીજીટલ પ્લેટફોર્મ દ્વારા માર્ગદર્શન પુરુ પાડી વ્યાપક સ્તરે પ્રચાર-પ્રસાર કરાશે એમ મહિલાઅને બાળ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે એમ મહિલા અને બાળ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp