મંત્રીમંડળે જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ, 2015માં સુધારાને મંજૂરી આપી

PC: wsu.edu

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ, 2015માં સુધારાને મંજૂરી આપી છે, જેનાથી બાળકોના ઉત્કૃષ્ટ હિત માટે બાળ સંરક્ષણને મજબૂત કરી શકાય એવા પગલાં દાખલ કરી શકાશે.

આ સુધારામાં કેસના ઝડપી નિકાલને સુનિશ્ચિત કરવાના હેતુથી જેજે (કિશોર ન્યાય) અધિનિયમની કલમ 61 અંતર્ગત એડપ્શન ઓર્ડર્સ એડિશનલ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ સહિત ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટને ઈશ્યુ કરવામાં આવશે અને તેનાથી તેમનું ઉત્તરદાયિત્વ વધારવામાં આવશે. ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ્સને આ ઉપરાંત આ એક્ટ અંતર્ગત વધુ સશક્ત કરવામાં આવ્યા છે કે જેથી કાયદાનું તેઓ સરળતાથી અમલીકરણ કરી શકે તેમજ વિકટ સ્થિતિઓમાં રહેલા બાળકોની તરફેણમાં એકીકૃત પ્રયાસો હાથ ધરી શકાય.

આ પ્રસ્તાવનાના અન્ય પાસાઓમાં કેટલાક અગાઉના અવ્યાખ્યાયિત ગુનાઓને ‘ગંભીર ગુનાઓ’ તરીકે શ્રેણીબદ્ધ કરવા તેમજ સીડબલ્યુસી સભ્યોની નિયુક્તિ માટે યોગ્યતા માપદંડોની વ્યાખ્યા કરવામાં આવી છે. આ સાથે આ કાયદાના અમલીકરણમાં અનુભવાતા કેટલાક પડકારોનો સામનો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp