શાકભાજી વેચતી મહિલાના ગળાની 2.5 કિલોની કેન્સરની ગાંઠ કાઢી, ખાનગીમાં ખર્ચ 5 લાખ

PC: gcri

રાજકોટમાં શાકભાજી વેચતી 35 વર્ષની ગરીબ મહિલા સોનલબેન ચોવસીયા નામના દર્દીના ગળાની ગાંઠનું વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે અને આ ઓપરેશન ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના તબીબોએ નવ કલાકની જહેમતના અંતે પૂર્ણ કર્યું છે. જો કે ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશનો ખર્ચ પાંચ લાખ રૂપિયા જેટલો થાય છે, પરંતુ મહિલાને પીએમ જનઆરોગ્ય યોજનાનો લાભ મળ્યો છે.

આ ઇન્સ્ટિટ્યુટના હેડ એન્ડ નેક ડિપાર્ટમેન્ટના ડોક્ટર પ્રિયાંક રાઠોડે જણાવ્યું હતું કે મસ્તિષ્ક અને ગળામાં આટલી મોટી ગાંઠ હોવાનું ઉપલબ્ધ તબીબી સાહિત્યમાં ક્યાંય નોંધાયું નથી. આ કેસમાં દર્દીનું ટ્યૂમર ધમની અને શિરાને ચોંટેલું હતું અને જો ઓપરેશન દરમ્યાન રક્તસ્ત્રાવ થાય તો દર્દીનું મોત પણ થઇ શકે તેમ હતું. એટલે કે આ ઓપરેશન જોખમી હતું. એટલું જ નહીં દર્દીના ગળાની ડાબી બાજુએ 2.5 કિલોગ્રામની ગાંઠ હતી. આ ગાંઠ દૂર કરીએ તો રિકન્સ્ટ્રક્શન માટે આટલી ચામડી લાવવી કઇ રીતે તે પણ એક પ્રશ્ન હતો પરંતુ પ્લાસ્ટીક સર્જરીની ટીમે આ પડકાર ઉપાડી લીધો હતો.

તબીબી પરિભાષામાં સુપ્રા મેજર સર્જરી તરીકે ઓળખાતી આ સર્જરી અંગે ડો.પ્રિયાંક કહે છે કે, દર્દીના ગળાની ડાબી બાજુએ 19 X 15 X12 સેન્ટીમીટરની આશરે અઢી કિલોની આટલી મોટી ગાંઠ અગાઉ ક્યારેય કોઈ દર્દીમાં જોવા મળી નથી. વળી, ઉપ્લબ્ધ તબીબી સાહિત્યમાં પણ આવી ગાંઠ વિશે કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. આ ગરદન પરની ગાંઠનું નિદાન Malignant Peripheral Nerve Sheath Tumor તરીકે થયું હતું. સરળ ભાષામાં તેને ચેતાતંતુમાં થતુ સારકોમા( કેન્સરનો એક પ્રકાર) તરીકે ઓળખાવી શકાય છે.

સુપ્રા મેજર સર્જરી એટલે શું?

ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની તબીબી ટીમ દ્વારા કરવામાં આવેલી આ સુપ્રા મેજરી સર્જરી નવ કલાકની હતી. તબીબી ભાષામાં ત્રણ કલાકથી વધુ ચાલતી સર્જરીને સુપ્રા મેજર સર્જરી કહે છે. જ્યારે ત્રણ કલાક સુધી ચાલતી સર્જરીને મેજર સર્જરી કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp