ખાણમાં કામ કરતી સગીરાઓનો દહાડી માટે રોજ રેપ થતો

PC: intoday.in

ઉત્તર પ્રદેશના ચિત્રકૂટની ખાણોમાં સગીરાઓ સાથે શારીરિક શોષણ થઇ રહ્યું છે. ચિત્રકૂટના ડફઇ ગામમાં રહેનારી સગીરા જણાવે છે કે, ખાણમાં જઇ કામ માગીએ છીએ તો ત્યાં લોકો કહે છે શરીર આપો તો જ કામ મળશે. અમારી મજબૂરી છે. તેમની વાત માની કામ પર લાગી જઇએ છીએ. ઘણીવાર તો કામના પૂરા રૂપિયા પણ મળતા નથી. ત્યાં કામ કરનારા લોકો કહે છે કે, તને કામ પર રાખીશું નહીં. માટે અમે જઇએ છીએ અને તેમની વાત માનવી પડે છે.

અહીં સગીરાઓનું યૌન શોષણ કરવામાં આવે છે. બે ટંકના ભોજન માટે તન તોડ મહેનત કરવી પડે છે. ત્યાર પછી દેહનો વેપાર થાય છે, ત્યાંના ઠેકેદારોને, કામ આપવાને બદલે આ નરાધમો સગીરાઓના દેહને વેપાર કરે છે.

ચિત્રકૂટમાં ગરીબોની સગીર દીકરીઓ ખાણોમાં કામ કરવા માટે મજબૂર છે. પણ ઠેકેદારો અને વચેટિયાઓ તેમને કામ કરવા દેતા નથી. મજબૂરીમાં તેમણે પોતાનું શરીર વેચવું પડે છે. તે પણ 200-300 રૂપિયા માટે. આ સગીરાઓ ખાણોમાં પથ્થર ઉચકવાનું કામ કરે છે. ભણવાની ઉંમરમાં તેઓ પરિવારનો ભાર પોતાના માથે ઉપાડે છે. જો કોઇને ફરિયાદ કરવાની વાત કરે તો તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. ત્યાંના ઠેકેદારો કહે છે કે, જો દેહ આપશે તો જ કામ મળશે.

માતા-પિતા પણ પોતાની દીકરીઓનું આ દુઃખ ચૂપચાપ પી લે છે. કારણ કે પેટની આગ સામે કશું નથી. આ સગીરાની માતા કહે છે કે, ખાણોમાં નરાધમો કહે છે કે શરીર આપશે તો જ કામ આપીશું. મજબૂરી છે. 300-400 રૂપિયા દહાડી છે. ક્યારેક 200 ક્યારેક 150 આપે છે. દીકરીઓ ઘરે આવી કહે છે કે તેમની સાથે આજે આવું થયું પણ અમે કશું કરી શકતા નથી. ઘર ચલાવવાનું છે.

ચિત્રકૂટના પહાડોમાં લગભગ 50 ક્રશર ચાલે છે. ભૂખમરી અને બેરોજગારીની માર ઝેલી રહેલા અહીંના કોલ સમાજ માટે આ એકમાત્ર આજીવિકાનો સહારો છે. તેમની ગરીબીનો ફાયદો ઉઠાવી વચેટિયાઓ અને ઠેકેદારો સગીરાઓનું શોષણ કરે છે. ખાણોમાં કામ કરતી મોટા ભાગની સગીરાઓની ઉંમર 10 થી 18 વર્ષની વચ્ચે છે. છોકરીઓની મહેનત અને મજૂરી છતાં તેમને ત્યાં સુધી વળતર મળતું નથી જ્યાં સુધી તેઓ નરાધમોની વાત માનવા માટે રાજી ન થઇ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp