ઓફિસમાં મહિલા કર્મચારીઓના ચશ્મા પહેરવા પર રોક, મેકઅપ ફરજિયાત

PC: businessinsider.com

મોટા ભાગની ઓફીસોમાં ડ્રેસ કોડને ફોલો કરવાનું હોતું નથી. છતાં આપણે આપણી સમજ અનુસારના કપડા ઓફીસમાં પહેરીને જતા હોઈએ છે. પણ જરા વિચારો, જો તમારી લિંગના આધારે મેનેજમેન્ટ તમારા માટે ડ્રેસ કોડ લાગૂ કરી દે, તો તમને કેવું લાગશે? હાલમાં જાપાનમાં બનેલી આ રીતની જ એક ઘટના વાયરલ બની રહી છે. જેમાં ઓફીસમાં ગેરકાયદેસર નિયમને લઈને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જાપાનમાં ખાનગી ઓફીસમાં કામ કરતી મહિલાઓના ચશ્મા પહેરવા પર રોક લગાવી દેવામાં આવી છે. તો એક કંપનીએ તો મહિલા સેક્રેટરીને કામ પર ચશ્મા નહિ પહેરવાનો ફરમાન સંભળાવી દીધો છે. જ્યારે પુરુષ કર્મચારીઓ માટે આ રીતનો કોઈ નિયમ નથી. તો અમુક એરલાઈંસમાં પણ મહિલા કર્મચારીઓને ચશ્મા નહિ પહેરવાનું સૂચવવામાં આવ્યું છે. અરે, અમુક રેસ્ટોરાંમાં તો મહિલાઓ ચશ્મા પહેરીને કામ કરી શકતી નથી.

ખાનગી કંપનીઓનું માનવું છે કે, ચશ્માથી મહિલાઓની સુંદરતા પર અસર પડે છે. ક્લાઈન્ટ્સ પર તેની ખોટી અસર પડે છે. જેને કારણે કંપનીના બિઝનેસ પર તેની માઠી અસર પડે છે. તો અન્ય એક જાપાની કંપનીએ તો ઓફીસમાં મહિલાઓ માટે મેકઅપ ફરજિયાત કરી દીધો છે. એટલું જ નહિ, કંપનીએ એવો પણ આદેશ આપ્યો છે કે, મહિલાઓ તેમનું વજન ઘટાડે જેથી તેઓ આકર્ષક દેખાઈ શકે.

આવું પહેલીવાર બન્યું નથી. આ પહેલા પણ જાપાની કંપનીઓએ મહિલાઓ માટે હિલ્સ પહેરવી ફરજિયાત કરી હતી. તેના વિરુદ્ધ મહિલાઓએ સોશિયલ મીડિયા પર #kutoo માધ્યમે વિરોધ વ્યક્ત કરેલો. ત્યાં સુધી કે મામલો વધારે મોટો થવાને કારણે જાપાનના શ્રમ મંત્રાલયે એક નિયમ બનાવ્યો, જેના દ્વારા કંપનીઓના આ પ્રકારના નિયમો પર રોક લગાવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp