કંપનીએ મહિલા સ્ટાફને કહ્યું- પીરિયડ દરમિયાન બેજ પહેરીને રાખો

PC: gstatic.com

એક કંપનીએ મહિલા કર્મચારીઓને પીરિયડ દરમ્યાન બેજ પહેરવાનું કહ્યું છે. જાપાનના ઓસાકેમાં સ્થિત મિચી કાકે સ્ટોરે તેમની મહિલા કર્મચારીઓને આ રીતનો બેજ પહેરવાનું કહ્યું છે. મિચી કેક સ્ટોર અનુસાર, આ બેજને જોઈને ત્યાં આવનારી મહિલા પોતાના પીરિયડને લઈને જાગૃત બની શકે.

તમને જણાવી દઈએ કે, મિચી કોક સ્ટોર મહિલાઓના સેક્શુઅલ અને મેન્સ્ટ્રુઅલ હેલ્થ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. જોકે, ઘણાં લોકો કંપનીના આ નિર્ણયથી એટલા ખુશ નથી. તેમના મતે કંપનીનું આ પગલું આવકાર્ય નથી. લોકો કહે છે કે, કંપનીએ શું વિચારીને મહિલાઓને આ રીતનો બેજ લગાવવાનું કહ્યું છે.

જાપાનનું આ સ્ટોર તેમના મહિલા કર્મચારીઓને પીરિયડથી જોડાયેલી રૂઢિવાદી માન્યતાઓને ખતમ કરવા માટે પ્રોત્યાહિત કરી રહી છે. જાપાનના સમાજમાં પણ પીરિયડને લઈને જાહેરમાં વાત કરવાનું ચલણ નથી.

કંપનીના આ આદેશ પછી દરેક મહિલા કર્મચારીઓએ ફરજિયાત રીતે બેજ પહેરવાનું રહેશે નહિ. પણ એ તેમની ઈચ્છા પર આધાર રાખશે. જે મહિલાઓ આવું કરે છે તેમણે તેમના નેમ ટેગની બાજુમાં પીરિયડથી જોડાયેલો બેજ લગાવવાનો રહેશે.

મહિલાઓના પીરિયડના બેજમાં જાપાનના એક લોકપ્રિય કાર્ટૂન કેરેક્ટર Seiri-chanને દેખાડવામાં આવશે. Seiri-chanને જાપાનમાં મેન્સ્ટ્રૂઅલ સાઈકલના પ્રતીક તરીકે જોવામાં આવે છે.

કંપનીનું કહેવું છે કે, આ બેજને જોઈને મહિલા ગ્રાહક પોતાના પીરિયડને લઈને એલર્ટ રહેશે અને તેમને સેક્શુઅલ પ્રોડક્ટ્સ અંગે પણ જાણકારી આપવામાં આવશે. આ સ્ટોરમાં 4 સેક્શન બનાવવામાં આવ્યા છે. જે મહિલાઓને મેન્સ્ટ્રૂઅલ સાઈકલના અલગ અલગ સ્ટેજને રિપ્રેઝન્ટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp