મહિલાઓને ઘૂંટણની ગંભીર ઈજાઓથી બચાવી શકે છે ગર્ભનિરોધક ગોળીઓ

PC: pintrest.com

મોટાભાગે એવી સલાહ આપવામાં આવતી હોય છે કે, મહિલાઓએ ગર્ભનિરોધક ગોળીઓનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાંથી તેમના શરીરને ઘણું નુકસાન પહોંચે છે. પરંતુ હવે એક નવા સંશોધનમાં આ ગોળીઓને ફાયદાકારક ગણાવવામાં આવી છે. ગર્ભનિરોધક ગોળીઓ લેવાથી મહિલાઓમાં ઘૂંટણની ગંભીર ઈજાઓનું જોખમ ઓછું થઈ શકે છે.

ધ ફિઝીશિયન એન્ડ સ્પોર્ટ્સમેડિસિન પત્રિકામાં પ્રકાશિત આ અધ્યયનમાં 15થી 49 વર્ષની ઉંમરની 165000 મહિલા દર્દીઓએ ભાગ લીધો. બ્રાઉન યુનિવર્સિટીના શોધકર્તાઓએ અમેરિકાના રાષ્ટ્રીય ડેટાબેઝથી એક દાયકાની દવાઓ અને વીમા સૂચનાઓનું અધ્યયન કર્યું. તેમને જાણવા મળ્યું હતું કે, ગર્ભનિરોધક ગોળીઓ 15થી 19 વર્ષની ઉંમરની યુવતીઓ માટે વધુ સુરક્ષિત હોય છે. તેમનામાં ઘૂંટણીની ઈજા ક્રુસિએટ લિગામેન્ટ (ACL) બાદ સર્જરી કરવાની જરૂરિયાત 63 ટકા ઓછી હોય છે.

આ અધ્યયન એથલિટો માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આશરે 2માંથી એક એથલિટે ACL ઈજાનો સામનો કરવો પડે છે, જેના કારણે તે એથલેટિક સ્પર્ધા પાછા નથી ફરી શકતા અને તેમનામાંથી 20-50 ટકા લોકોને ઈજા થવાના 10-20 વર્ષની અંદર ગાંઠનો રોગ થઈ જાય છે. ACL ઈજાની સમસ્યા યુવા એથલીટોને વધુ થાય છે અને તે પુરુષોની સરખામણીમાં મહિલાઓને બેથી આઠ ગણી વધુ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp