મોટા લોકો સાથે સૂતા વિના મહિલા પત્રકારો ન્યૂઝ એન્કર નથી બની શકતીઃ BJP MLA

PC: youtube.com

દેશભરના BJPના નેતાઓ આજકલ પોતાના વિવાદાસ્પદ સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં ચાલી રહ્યા છે. ગુરુવારના રોજ BJPના ધારાસભ્ય સંજય પાટીલે નિવેદન આપ્યું હતું કે, કર્ણાટકની ચૂંટણી રસ્તા, પાણીના મુદ્દે નથી, પરંતુ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે છે, રામ મંદિર અને બાબરી મસ્જિદ વચ્ચે છે. આ નિવેદન બાદ તેમની ચારેય બાજુથી ઝાટકણી કાઢવામાં આવી હતી. ત્યાં હવે તામિલનાડુના BJP નેતાએ મહિલા પત્રકારો અને મીડિયા કર્મીઓને લઈને ફેસબૂક પર આપત્તિજનક પોસ્ટ કરી હતી.

તામિલનાડુમાં BJP નેતા એસ.વી.શેખરે પોતાના ફેસબૂક અકાઉન્ટ પર મહિલાઓ વિરુદ્ધ એક અપમાનજનક કમેન્ટ પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે મહિલા જર્નાલિસ્ટને લઈને તમામ અશ્લિલ અને આપત્તિજનક વાતો લખી હતી. BJP નેતાએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે, મોટા લોકો સાથે સૂતા વિના કોઈ પણ ન્યૂઝ એન્કર કે ન્યૂઝ રીડર નથી બની શકતી.

રિપોર્ટ્સ મુજબ BJP નેતા એસ.વી.શેખરે પોતાના ફેસબૂક પોસ્ટમાં લખ્યું હતું કે, સીનિયર મહિલા જર્નાલિસ્ટ જેનો ગાલ રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત અડ્યો હતો, તે રાજ્યપાલ પર ખોટા આરોપો લગાવી રહી છે. એવું કરવા પાછળ તે મહિલાનો આશય BJP સરકારને બદનામ કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, BJP નેતા શેખર તામિલ ફિલ્મોમાં કામ પણ કરી ચૂક્યા છે અને તેમણે આ પોસ્ટ ફેસબૂક પર તામિલ ભાષામાં કરી હતી.

તેમણે આગળ લખ્યું હતું કે, મીડિયામાં કેટલાય અભણ અને - લોકો છે. રાજ્યપાલ પર આરોપ લગાવનાર આ મહિલા જર્નાલિસ્ટ આમાં અપવાદ નથી. એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂશનની સરખામણીએ મીડિયા સેક્ટરમાં મહિલાઓનું વધુ યૌન શોષણ થાય છે. મહિલા જર્નાલિસ્ટ મીડિયામાં પદ મેળવવા માટે અને પોતાનું કામ કઢાવવા માટે મોટા લોકો સાથે સૂવે છે.

મહિલા પત્રકારે સવાલ પૂછતા રાજ્યપાલે ફેરવ્યો તેના ગાલ પર હાથ, તસવીર વાયરલ...

તામિલનાડુના 78 વર્ષીય રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત એક મોટા વિવાદમાં ફસાય ગયા છે. ડિગ્રીના બદલે એડજસ્તના મામલે એક મહિલા પ્રોફેસરની ધરપકડ બાદ ઉઠેલા સવાલો બાબતે સ્પષ્ટીકરણ આપવા માટે મંગળવારના રોજ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી. આ દરમિયાન બનવારીલાલ પુરોહિતે એક મહિલા પત્રકારના ગાલ પર હાથ ફેરવાત વિવાદ ઉભો થયો હતો.

મહિલા પત્રકાર રાજ્યપાલને સવાલ પૂછી રહી હતી, જેને ટાળીને રાજ્યપાલે કોઈપણ સહમતિ વગર મહિલા પત્રકારના ગાલ પર હાથ ફેરવ્યો હતો, જેનો વિરોધ કરતા મહિલા પત્રકારે ટ્વીટર પર પોસ્ટ કરીને આ બાબતે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

મહિલા પત્રકારે સોશિયલ સાઇટ પર પોતાની નારાજગી વ્યક્ત કરતા લખ્યું હતું કે, રાજભવનમાં બોલાવવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં મેં રાજ્યપાલ બનવારીલાલને એક સવાલ પૂછ્યો હતો, જેનો જવાબ આપવાની જગ્યાએ તેમણે મારા ગાલને સ્પર્શ કર્યો હતો. મેં કેટલીય વાર મારા ચહેરાને ધોયો, પરંતુ નિશાન નથી નીકળી રહ્યું. એટલા ઉત્તેજિત અને નારાજ થઈ ગયા હતા તમે રાજ્યપાલ પુરોહિત. આ તમારા હિસાબથી દાદાજી જેવું કામ હોય શકે છે, પરંતુ મારા માટે આ ખોટું ચે. મહિલા પત્રકારની આ ટ્વીટ બાદ યુઝર્સ રાજ્યપાલની ટીકા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp