કોરોના બાદ દુનિયાભરમાં ડિપ્રેશનના મામલા બે ગણા થયા, યુવાઓને સૌથી વધુ અસર

PC: hopkinsmedicine.org

કોરોના મહામારીએ દુનિયાભરના યુવાઓને માનસિકરીતે તોડી નાંખ્યા છે. અમેરિકન મેડિકલ જર્નલ જામા પીડિયાટ્રિક્સે તેને લઈને 29 રિસર્ચનું એનાલિસિસ પ્રકાશિત કર્યું છે. 80879 યુવાઓના સર્વેમાં જાણવા મળ્યું છે કે, મહામારી દરમિયાન બાળકો અને કિશોરોમાં ડિપ્રેશન અને ચિંતાના મામલાઓ બે ગણા થઈ ગયા છે. યુરોપમાં યૂનિસેફના હાલના રિપોર્ટ અનુસાર, આત્મહત્યા યુવાનોના મોતનું બીજું સૌથી પ્રમુખ કારણ છે.

દુનિયાભરમાં સૌથી વધુ મુશ્કેલી ઈટલીના યુવાનોએ ઝેલવી પડી રહી છે. મહામારી શરૂ થયા બાદ અહીં મેન્ટલ હેલ્થથી પીડિત યુવાનોની સંખ્યામાં રેકોર્ડ 64 ટકાનો વધારો થયો છે. આ ખતરનાક ટ્રેન્ડને સાયકોલોજિલ્ટે સાઈકોપેન્ડેમિક નામ આપ્યું છે. ઈટાલિયન સાયકોલોજિકલ એસોસિએશનના પ્રેસિડન્ટ ડેવિડ લેજારી કહે છે, મહામારીના દુષ્પ્રભાવોમાંથી નીકળવામાં વર્ષોનો સમય નીકળી જશે.

ઈટલી શહેર મિલાનમાં ન્યૂરોસાઈન્સ એન્ડ મેન્ટલ હેલ્થ ડિપાર્ટમેન્ટની ડાયરેક્ટર ક્લાઉડિયા મેંકાસી જણાવે છે કે, બાળકો માટે એકબીજા સાથે હળવુ મળવુ ખૂબ જ જરૂરી હતું પરંતુ, કોરોના કાળમાં વર્ચ્યુઅલ એજ્યુકેશનને પગલે બાળકો એકબીજા સાથે હળીમળી ના શક્યા. મહામારીએ યુવાનોને ગ્રેજ્યુએશન અને પહેલા પ્રેમ જેવી જીવનની પ્રમુખ ઘટનાઓથી દૂર કરી દીધા છે. આ હાલતમાં શોક, ચિંતા, તણાવ સ્વાભાવિક પણ છે. ઈટલીએ 2017 બાદથી આત્મહત્યા પર પબ્લિક રિસર્ચ નથી કર્યું.

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ડેટાની અછતના પગલે ઈટલી સરકારની વધતા સાર્વજનિક સ્વાસ્થ્ય મુદ્દાને ઓછો આંકવાની વૃત્તિને દર્શાવે છે. નેશનલ બોર્ડ ઓફ સાઈકોલોજિસ્ટના મેમ્બર ફુલ્વિયા સિગ્નાની અને ક્રિસ્ટિયન રોમાનિએલોએ ઈટલીની હેલ્થ મેગેઝીનમાં લખ્યું છે કે, આપણે એક આપાત સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ.

રોમમાં ચાઈલ્ડ હોસ્પિટલ બમ્બિનો ગૈસોના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, મહામારી દરમિયાન આત્મહત્યાના પ્રયત્નો અને પોતાને નુકસાન પહોંચાડનારા યુવાઓની સંખ્યા બે ગણી થઈ ગઈ છે. તેમા સૌથી વધુ સંખ્યા 15થી 24 વર્ષના યુવાઓની છે.

કોરોના મહામારી દરમિયાન તેમજ ત્યારબાદ ટીનેજર્સ સૌથી વધુ ઈફેક્ટ થયા છે. બોર્ડ એક્ઝામ કેન્સલ થવી, સ્કૂલ-કોલેજો બંધ હોવી, મિત્રોને ના મળી શકવું, કરિયરની ચિંતા આ બધા કારણોને પગલે તેમનામાં ડિપ્રેશન અને એંગ્ઝાઈટી વધતી જોવા મળી છે. જેને કારણે ટીનેજર્સમાં ડિપ્રેશનના સૌથી વધુ મામલા સામે આવી રહ્યા છે. એવામાં જરૂરી છે કે, તેમનું વધુ ધ્યાન રાખવામાં આવે અને તેમની સાથે ખુલીને વાત કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp