ડૉ. ગગનદીપ કાંગના મતે ત્રીજી લહેરમાં જાણો કોને જોખમ વધારે રહેશે

PC: theweek.in

110 દિવસમાં 1.80 લાખ કરતા વધુ લોકોનો જીવ લીધા બાદ દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડતી દેખાઈ રહી છે. પરંતુ હવે ત્રીજી લહેરની ચર્ચા છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે બાળકો માટે વધુ ખતરનાક બની શકે છે. આ થર્ડ વેવ એટલે કે ત્રીજી લહેર ક્યારે આવશે? કેવી રહેશે? વગેરે અંગે અહીં માહિતી આપવામાં આવી છે.

દેશમાં કોરોનાની ત્રીજી લહેર અંગે જાણીતા વેક્સીન વૈજ્ઞાનિક ડૉ. ગગનદીપ કાંગે કહ્યું હતું કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર જરૂરથી આવી શકે છે. ત્રીજી જ નહીં, પરંતુ ચોથી, પાંચમી, છઠ્ઠી લહેર પણ આવી શકે છે. મહામારીમાં આવુ થાય છે. ધીમે-ધીમે નબળી થઈને તે સ્થાનિય બીમારી બની જશે. તેની ચિંતા ના કરવી જોઈએ કે ત્રીજી કે ચોથી લહેર આવશે. વધુમાં વધુ લોકો વેક્સીનેટ થઈ જશે તો ગંભીર લક્ષણો વિરુદ્ધ તેમને પ્રોટેક્શન મળી જશે. તેને કારણે બીમારી આપોઆપ નબળી થઈ જશે.

કોરોનાની ત્રીજી લહેરની બાળકો પર અસર અંગે ડૉ. કાંગે કહ્યું હતું કે, જો તમે વ્યાપક સ્તર પર આંકડાઓની વાત કરો તો તે યોગ્ય નથી. તેને લઈને ચિંતિત થવુ જોઈએ. હાલ અમારો ફોકસ 18+ને વેક્સીનેટ કરવા પર છે. વધુમાં વધુ વયસ્ક ઈન્ફેક્શન અથવા વેક્સીનથી એન્ટીબોડી હાંસલ કરી લેશે તો તેમનામાં કેસ ઓછાં આવશે. ત્યારે ઈન્ફેક્ટ થવાનું જોખમ બાળકોને જ રહેશે. ભલે ઈન્ફેક્ટ થનારા બાળકોનો આંકડો વધુ ના હોય. પરંતુ સરખામણીમાં તે વધુ દેખાશે.

આમ તો મોટાભાગના બાળકોમાં અત્યારસુધી હળવા લક્ષણો જ દેખાયા છે. કેટલાક બાળકોમાં જ મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિંડ્રોમ (MIS-C) જોવા મળ્યું છે. પરંતુ જ્યારે ઈન્ફેક્ટ થનારા બાળકોનો નંબર વધશે, તો તુલનાત્મકરીતે MIS-Cથી પીડિત બાળકોનો આંકડો પણ વધશે. એવામાં જો સરકારે પીડિયાટ્રિક્સને તૈયાર રહેવા માટે કહ્યું હશે, તો તે સારી વાત છે.

બાળકોને પહેલા વેક્સીન કવર આપવાની વાત પર ડૉ. કાંગે કહ્યું હતું કે, પહેલા રિસ્ક ગ્રુપ્સને કવર કરવું જોઈએ. યુકેમાં ઉંમરને આધાર બનાવીને સ્ટ્રેટર્જી બનાવવામાં આવી. પહેલા 80+ને વેક્સીન ઓફર કરવામાં આવી, પછી 75+ અને 70+ને. આ રીતે હવે ત્યાં 32થી 33+ને વેક્સીન મુકવામાં આવી રહી છે. તેમનો ટાર્ગેટ છે કે, જૂન સુધીમાં તમામ વયસ્કોને ઓછામાં ઓછો એક ડોઝ તો આપી દેવામાં આવે. આપણી સરકારે પણ આ પ્રકારની સ્ટ્રેટર્જી બનાવવાની જરૂર છે. તેમણે જોવુ જોઈએ કે, ભારત જેવા મોટા દેશમાં સૌને માટે એક સાથે વેક્સીનેશન ખોલવાનો કોઈ લાભ છે કે નહીં. આપણે ત્યાં પણ ઉંમરને આધાર બનાવીને વેક્સીનેશન કરવામાં આવી શકતું હતું. એક વિકલ્પ એ પણ છે કે, આપણે લોકેશન બેઝ્ડ સ્ટ્રેટર્જી બનાવીએ. શહેરોમાં વધુ ઈન્ફેક્શન હોય તો ત્યાં પહેલા વેક્સીન આપો. તેને કારણે ગામો સુધી ઈન્ફેક્શન ફેલાતું અટકાવી શકાય છે. પ્રાયોરિટી સેટ કરવી એ સરકારનો નિર્ણય છે. એ જોવુ જોઈએ કે, કઈ સ્ટ્રેટર્જીથી શું લાભ થશે, તેના આધાર પર જ નિર્ણય લેવો જોઈએ.

ભારતમાં બાળકોને કોવેક્સીન ક્યાં સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે, તે અંગે ડૉ. કાંગે કહ્યું હતું કે, ભારતમાં જૂનમાં કોવેક્સીનનું ટ્રાયલ્સ શરૂ થઈ રહ્યું છે. તેના ટ્રાયલ્સને બદલે ઈમ્યુનોજેનેસિટી સ્ટડી કરવું વધુ યોગ્ય રહેશે. તેમા જોવામાં આવે છે કે, વેક્સીન ઈમ્યૂન રિસ્પોન્સ પેદા કરી રહી છે કે નહીં. 28 દિવસના ગેપ સાથે બે ડોઝ આપવામાં આવશે. ચાર અઠવાડિયા બાદ સેમ્પલ લેવામાં આવશે. બે અઠવાડિયા બાદ પણ સેમ્પલ લઈ શકાય છે. એટલે કે આ સ્ટડી બે મહિનામાં પૂરી થઈ જવી જોઈએ. ત્રીજા મહિનામાં આપણી પાસે ડેટા ઉપલબ્ધ હશે. કોવેક્સીનના ટ્રાયલ્સ જૂનમાં શરૂ થઈ રહ્યા છે, તો માનીને ચાલો કે સપ્ટેમ્બર સુધી વેક્સીનને લાયસન્સ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp