કોરોનાની ત્રીજી લહેરની તૈયારી રૂપે આ રાજ્ય ચાઇલ્ડ કોવિડ કેર સેન્ટર સ્થાપિત કરશે

PC: NDTV.com

દેશભરમાં એક બાજુ જ્યાં કોરોના વાયરસની બીજી લહેરનો કેર વર્તાઇ રહ્યો છે, તો બીજી તરફ કોરોનાની ત્રીજી લહેર આવવા અંગે પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર બાળકોને પોતાના સકંજામાં લઇ શકે છે અને તેમના માટે આ લહેર ઘાતક સાબિત થઇ શકે છે. એવામાં ભારતના એક રાજ્યએ કોરોનાની ત્રીજી લહેરને લઇ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

બાળકોને કોરોના સંક્રમણની ત્રીજી લહેરથી બચાવવા માટે મહારાષ્ટ્રમાં ચાઇલ્ડ કોવિડ કેર સેન્ટર અને એક ચાઇલ્ડ મેડિકલ ટાસ્ક ફોર્સની સ્થાપના કરવામાં આવી રહી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ આ વાતની જાણકારી આપી છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું, ત્રીજી લહેર 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઘાતક હોઇ શકે છે. અમે બાળકોની કોરોનાથી સારવાર માટે ચાઇલ્ડ કોવિડ કેર સેન્ટર બનાવી રહ્યા છે. બાળકોને અલગ વેન્ટિલેટર બેડ અને અન્ય મેડિકલ ઉપકરણોની આવશ્યકતા હોય છે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, કોરોના સંક્રમિત બાળકોને પોતાની માતાની સાથે રહેવા અને વિશેષ ચાઇલ્ડ મેડિકલ વેન્ટીલેટરની જરૂરિયાત રહેશે. એક ચાઇલ્ડ મેડિકલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે. ત્રીજી લહેર નાના બાળકોને વધારે પ્રભાવિત કરશે. જો કોઇ બાળક પોઝિટિવ થાય છે, તો તે એકલો રહી શકશે નહીં. માતાએ બાળકની સાથે ત્યાં રહેવું પડશે. આ ઉપરાંત બાળકોને વિશેષ વેન્ટિલેટરની જરૂરિયાત રહેશે. જેને ખરીદવાની જરૂરત છે.

સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ બાબતો પર ચર્ચા કરવામાં આવી છે. જણાવી દઇએ કે, આ અઠવાડિયાની શરૂઆતમાં સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવને કહ્યું હતું કે, વાયરસની ત્રીજી લહેર આવવી નિશ્ચિત છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે, પહેલી લહેરે વૃદ્ધોને સૌથી વધારે પ્રભાવિત કર્યા, બીજી લહેરમાં યુવાનો સંક્રમિત થઇ રહ્યા છે અને ત્રીજી લહેર બાળકો માટે ઘાતક થઇ શકે છે.

એવામાં ચિંતાની વાત એ છે કે, ભારતમાં બાળકો માટે હાલમાં વેક્સીન નથી. જોકે, કેનેડામાં બાળકો માટે ફાઇઝરની વેક્સીનને મંજૂરી મળી ગઇ છે અને અમેરિકામાં પણ 12 વર્ષથી વધુ વયના બળકો માટે વેક્સીનની મંજૂરી મળવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp