ટ્વીટર પર માતા માટે મૂરતિયો શોધી રહી છે દીકરી, લગ્ન માટે મૂકી આ 3 શરતો

PC: dailymail.co.uk

અમુક વર્ષો પહેલા દીકરી માટે પેરેન્ટ્સ મેટ્રોમોનિયલ જાહેરાતો આપતા હતા. પણ હવે જમાનો બદલાય ગયો છે. એક દીકરી તેની માતા માટે મૂરતિયો શોધી રહી છે. ખાસ વાત એ છે કે, દીકરીના આ સાહસિક પગલાની લોકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. દીકરીની ટ્વીટથી જાણ થઈ રહી છે કે, હવે બાળકો તેમના પેરેન્ટ્સની બાકીના જીવનને લઈને જાગૃત થયા છે. અમુક વર્ષ પહેલા આ રીતના પગલાનો વિરોધ થતો ત્યાં હવે બદલતા જમાનાની સાથે દેશના લોકો જાગૃત બન્યા છે.

ટ્વીટર પર આસ્થા વર્મા નામની યુવતિએ પોતાની અને તેની માતાની તસવીર શેર કરતા લખ્યું, Looking for a handsome 50 year old man for my mother! Vegetarian, Non Drinker, Well Established. #Groomhunting

આસ્થા તેની માતા માટે એક હેન્ડસમ અને સદ્ધર 50 વર્ષના વ્યક્તિની શોધમાં છે. જે શાકાહારી હોય અને દારુ ન પીતો હોય.

ટ્વીટર પ્રોફાઈલ અનુસાર, આસ્થા એક લૉ સ્ટુડન્ટ છે. લોકોને તેનો અંદાજ પસંદ પડી રહ્યો છે. આસ્થાએ કરેલી આ ટ્વીટને અત્યાર સુધીમાં 18 હજાર જેટલી લાઈક્સ, 7400 જેટલી કમેન્ટ્સ મળી ચૂકી છે. જોકે, કમેન્ટ્સ જોઈને લાગી રહ્યું છે કે, 50 વર્ષના ઘણાં લોકોને એક સારા જીવનસાથીની શોધ છે.

એક સજ્જને આસ્થાને મેટ્રિમોનિયલ સાઈટ પર જવાની સલાહ આપી, તો આસ્થાએ કહ્યું, તે બધી વેબસાઈટ ફરી વળી છે. ત્યાં સુધી કે ટિંડર પર પણ અકાઉન્ટ બનાવી ચૂકી છે. પણ તેને અને તેની માતાને જોઈએ એવા વ્યક્તિની શોધ પૂરી થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp