Forbesની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંથી દીપિકા-પ્રિયંકા બહાર, જુઓ લિસ્ટ

PC: thestatesman.com

Forbes એ દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતાઓ પછી અભિનેત્રીઓની લિસ્ટ બહાર પાડી છે. જેમાં એમ તો દર વર્ષે બોલીવુડની બે અભિનેત્રીઓનું નામ એમાં આવતું જ હોય છે. પરંતુ આ વર્ષે એક પણ બોલીવુડ અદાકારા ફોર્બ્સની ટોપ-10 લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ રહી. ગયા વર્ષે દિપીકા પાદુકોણે આ લિસ્ટમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. પણ આ વર્ષે દિપીકા અને પ્રિયંકા આ લિસ્ટમાંથી બહાર થઈ ગઈ છે. વર્ષ 2016માં દિપીકા આ લિસ્ટમાં 10માં સ્થાને રહી હતી.

દુનિયામાં સૌથી વધારે કમાણી કરનારી અભિનેત્રી તરીકે હોલીવુડ અદાકારા સ્કારલેટ જ્હોનસન ફરી એક વાર તેનું સ્થાન ટોચ પર હાંસલ કરવામાં સફળ રહી છે. ફોર્બ્સ અનુસાર સ્કારલેટની વાર્ષિક કમાણી 56 મિલિયન ડૉલર એટલે કે લગભગ 400 કરોડ રૂપિયા છે. આ લિસ્ટમાં બીજા નંબરે સોફિયા વર્જિયા છે. જેની કમાણી 41.1 મિલિયન ડૉલર એટલે કે લગભગ 294 કરોડ રૂપિયા છે.

250 કરોડ રૂપિયાની કમાણી સાથે રિસ વિદરસ્પૂન ત્રીજા ક્રમે છે. જ્યારે ચોથા સ્થાન પર નિકોલ કિડમેન છે. જેની કમાણી 243 કરોડ રૂપિયા છે. આ લિસ્ટમાં જેનિફર એનિસ્ટન પાંચમા ક્રમે રહી. જેની વાર્ષિક કમાણી 200 કરોડ રૂપિયાની આસપાસ છે.

ફોર્બ્સે 1 જૂન 2018 થી 1 જૂન 2019 સુધીની કમાણીને ધ્યાનમાં રાખીને આ લિસ્ટ બહાર પાડી છે.

આશ્ચર્યની વાત એ રહી કે પ્રિયંકા ચોપરા તેનું સ્થાન નોંધાવામાં નિષ્ફળ રહી. કારણ કે બોલીવુડની બાકી અદાકારાઓ કરતા દેશી ગર્લ પ્રિયંકાને હોલીવુડમાં વધારે સફળતા અને નામના મળી છે. પ્રિયંકા હોલીવુડમાં પોતાની એક છાપ ઊભી કરવામાં સફળ સાબિત થઈ છે. ગયા વર્ષે જ તે હોલીવુડ એક્ટર એન્ડ સિંગર નીક જોનસ જોડે પરણી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp