દિવ્યા 3484 અબજની કંપનીની બની CFO, સાથે રચ્યો આ ઈતિહાસ

PC: thebetterindia.com

અમેરિકાની ગાડી બનાવનારી કંપની જનરલ મોટર્સે દિવ્યા સૂર્યદેવરાની પોતાની મુખ્ય નાણાકીય અધિકારી(CFO) તરીકે પસંદગી કરી છે. સૂર્યદેવરા વર્તમાન CFO ચક સ્ટવેન્સની જગ્યા લેશે અને 1 સપ્ટેમ્બરથી પોતાનો કાર્યભાળ સંભાળશે. ભારતીય મૂળની અમેરિકી મહિલા દિવ્યા 13 વર્ષથી જનરલ મોટર્સ સાથે કામ કરી રહી છે. CFO બનવાની સાથે જ દિવ્યા કંપનીની પહેલી મહિલા CFO બની ગઈ છે.

કંપનીના એક સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલના અધ્યક્ષ(કોર્પોરેટ ફાયનાન્સ) એવી 39 વર્ષની દિવ્યા એક સપ્ટેમ્બરથી ચક સ્ટીવેન્સનું સ્થાન લેશે. આ અધ્યક્ષ પદ પર જુલાઈ 2017થી કાર્યરત છે. આ કંપનીની મુખ્ય કાર્યકારી અધિકારી મેરી બર્રાની હેઠળ કામ કરશે. બર્રા અને દિવ્યા વાહન ઉદ્યોગમાં આટલા ઉચ્ચ પદો પર પહોંચનારી પહેલી મહિલાઓ છે. કોઈ પણ પ્રમુખ વૈશ્વિક વાહન નિર્માતા કંપનીમાં મહિલાઓ બાકી અથવા CEO નથી.

સૂર્યદેવરાએ 2005માં જનરલ મોટર્સ સાથે જોડાઈ હતી. તેણે ચેન્નાઈની મદ્રાસ યુનિવર્સિટીમાંથી કોમર્સ ઓફ બેચલર અને માસ્ટર્સની ડિગ્રી લીધી છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી તેણે એમબીએ કર્યું છે. તેનો જન્મ ભારતમાં જ થયો હતો અને 22 વર્ષની ઉંમરે તે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ માટે વિદેશ ગઈ હતી.

રિપોર્ટ્સ પ્રમાણે મેરી બાર્રાએ કહ્યું હતું કે, ઘણા ક્ષેત્રોમાં દિવ્યાનો અનુભવ અને લીડરશીપની ક્ષમતાએ અમારા નાણાકીય કામકાજને ઘણી મજબૂત બનાવી છે, જેને લઈને કંપની ઘણા વર્ષોથી સારું બિઝનેસ રિઝલ્ટ આપી રહી છે. ફોર્બ્સના કહેવા પ્રમાણે, દુનિયામાં કેટલીક જ એવી કંપનીઓ છે, જેમાં CEO અને CFO મહિલાઓ છે.

દિવ્યા સૂર્યદેવરાની નિયુક્તિ પછી જનરલ મોટર્સના 17 કોર્પોરેટ અધિકારીઓમાં 4 મહિલાઓ સામેલ થઈ છે. ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે જનરલ મોટર્સની નેટ વર્થ 52 બિલિયન ડોલર એટલે કે 3484 અબજ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp