પેકેટમાં બંધ ખોરાક ઝેર સમાન છે તમારા બાળક માટે

PC: news.com.au

આજકાલ બજારમાં પેકેટમાં બંધ ચિપ્સ કે બોલ્સ એટલા બધા વેચાય છે કે એ ખાવા માટે બાળકો પડાપડી કરતા હોય છે. અધૂરામાં પૂરું પેકેટ્સનો એ ખોરાક ખાઈને બાળક તેનું પેટ ભરતું હોય એટલે તે ઘરના પૌષ્ટિક આહારથી પણ દૂર રહે છે, જેને કારણે તે અપૂરતા પોષણનો શિકાર થાય છે. પરંતુ પેકેટના ખોરાકની હાનિ માત્ર આટલેથી જ નથી અટકતી. આવો ખોરાક ખાઈને તમારું બાળક બીજા કેટલાક ગંભીર રોગોનો પણ શિકાર થઈ શકે છે.

સૌથી પહેલાં તો એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે પેકેટમાં આવતી ચિપ્સ કે બીજી કોઈ ખાદ્યવસ્તુઓમાં કેલેરીનું પ્રમાણ ઘણું વધું હોય છે. આને કારણે તમારું બાળક મોટાપાનો શિકાર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે 2015માં થયેલા એક સંશોધન મુજબ બાળકોમાં થતાં મોટાપાનું મુખ્ય કારણ પેકેટ્સનું ફૂડ અને ચિપ્સ હતી!

પેકેટમાં બંધ ખોરાકથી ડાયાબિટિઝ અને હ્રદય સાથે સંકળાયેલી બીમારીઓ થવાની પણ સંભાવના રહે છે. સંશોધનમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે કેન્સર માટે પણ આ પ્રકારનો ખોરાક જવાબદાર બની શકે છે. આ ઉપરાંત પેકેટમાં મળતી ચિપ્સથી બાળકોને વિટામિન્સ અને મિનિરલ્સ નથી મળતા. આ તો ઠીક ચિપ્સમાં રહેલા સોડિયમને લીધે બાળકે બીજી કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. ખાસ તો સોડિયમને લીધે સ્ટ્રોકનો અથવા હાર્ટ અને કિડનીની બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

ચિપ્સમાં એટલું બધું ફેટ હોય છે કે તેને કારણે બાળકનું કોલેસ્ટ્રોલ લેવલ બગડી શકે છે. મોટાભાગની ચિપ્સ ડિપ ફ્રાઈ હોય છે, જેને કારણે શરીરમાં ટ્રાન્સ ફેટ પેદા થાય છે. ટ્રાન્સ ફેટ અનેક રીતે નુકસાનકારક હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp