બાળકોને કોરોના વેક્સીન મૂક્યા બાદ પેરાસિટામોલ ના આપવી, વેક્સીન કંપનીએ આપી ચેતવણી

PC: wsj.com

દેશભરમાં 15-18 વર્ષના બાળકોનું વેક્સીનેશન શરૂ થઈ ગયુ છે, તેમને કોવેક્સીન આપવામાં આવી રહી છે. વેક્સીનેશન સેન્ટર પર બાળકોને પેરાસિટામોલ લેવાની સલાહ આપવામાં આવી રહી છે, પરંતુ વેક્સીન બનાવનારી કંપની ભારત બાયોટેકે સ્પષ્ટ કર્યું છે કે, વેક્સીન લીધા બાદ બાળકોને પેરાસિટામોલ અથવા પેઈન કિલર આપવાની જરૂર નથી. કંપનીએ આ જાણકારી ટ્વીટ દ્વારા આપી છે, ત્યારબાદ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે જો બાળકોમાં વેક્સીનેશન બાદ સાઈડ ઈફેક્ટ્સ દેખાય તો, પેરાસિટામોલ અથવા પેઈન કિલરના બદલે શું આપી શકાય? જાણો, શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ.

બાળકો માટે કઈ વેક્સીનનો થઈ રહ્યો છે ઉપયોગ?

  • 15-18 વર્ષના કિશોરોનું 3 જાન્યુઆરીથી વેક્સીનેશન શરૂ થયુ છે.
  • દેશભરમાં બાળકોને માત્ર કોવેક્સીન જ આપવામાં આવી રહી છે.
  • વેક્સીનેશન માટે કોવિશીલ્ડનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો.

ભારત બાયોટેકની પેરાસિટામોલ અને પેઈન કિલરને લઈ ચેતવણી

  • વેક્સીનેશન સેન્ટર બાળકોને પેરાસિટામોલની 3 ગોળી લેવાની સલાહ આપી રહ્યા છે.
  • પરંતુ ભારત બાયોટેકે સ્પષ્ટ કર્યું છે કે, પેરાસિટામોલ અને પેઈન કિલર લેવાની જરૂર નથી.
  • બીજી વેક્સીનમાં પેરાસિટામોલની ભલામણ કરવામાં આવી હતી, કોવેક્સીનમાં નહીં.
  • ભારત બાયોટેકના જણાવ્યા અનુસાર, 30 હજાર વ્યક્તિઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા છે.
  • ટ્રાયલમાં 10-20% લોકોમાં જ સાઈડ ઈફેક્ટ જોવા મળી.
  • મોટાભાગના લોકોની સમસ્યા 1-2 દિવસમાં ચાલી ગઈ અને દવાની જરૂર નથી પડી.
  • ડૉક્ટરની સલાહ લીધા બાદ જ પેઈન કિલરનો ઉપયોગ કરવો જોઈએ.

એડલ્ટ વેક્સીનેશનમાં પેરાસિટામોલની ભલામણ કરવામાં આવી હતી

  • 28 ડિસેમ્બર, 2020ના રોજ કોવિડ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી.
  • 18 વર્ષ અને તેના કરતા વધુ ઉંમરના લોકોના વેક્સીનેશનમાં કોવેક્સીન અને કોવીશીલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો.
  • કેન્દ્ર સરકારે પોતાની ગાઈડલાઈનમાં પેરાસિટામોલ લેવાની સલાહ આપી હતી.
  • કહેવામાં આવ્યું હતું કે, હળવાથી મધ્યમ સાઈડ ઈફેક્ટમાં પેરાસિટામોલ લઈ શકાય છે.
  • પેરાસિટામોલના બે ડોઝની વચ્ચે ઓછામાં ઓછું 4 કલાકનું અંતર હોવુ જોઈએ.

વેક્સીનેશન બાદ બાળકોને પેરાસિટામોલ આપવાની ના શા માટે પાડવામાં આવી રહી છે?

  • વેક્સીનેશન બાદ પેરાસિટામોલ લેવી બાળકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
  • વેક્સીનેશન બાદ આ ગોળીઓ લેવાથી લીવરને નુકસાન થઈ શકે છે.

કોવેક્સીન લીધા બાદ બાળકોને દુઃખાવો થાય તો શું કરવું?

  • વેક્સીનેશન બાદ જો બાળકને તાવ આવે તો, તેમને મેફેનામિક એસિડ આપી શકાય છે.
  • આ ઉપરાંત, બાળકોને તાવ આવવા પર મેફ્ટાલ સિરપ પણ આપી શકાય છે.
  • 18 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના લોકો વેક્સીનેશન બાદ પેરાસિટામોલ લઈ શકે છે.

શું વેક્સીનેશન પહેલા પેઈન કિલર લઈ શકાય?

  • સાઈડ ઈફેક્ટ્સને રોકવા માટે વેક્સીનેશન પહેલા પેઈન કિલર ના લઈ શકાય.
  • એ વાતની જાણકારી નથી કે પેઈન કિલર અને વેક્સીન તમારા શરીરમાં કઈ રીતે કામ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp