કુંઠિત વૃદ્ધિ ધરાવતું વિશ્વનું દર ત્રીજું બાળક ભારતમાં રહે છેઃ WHO

PC: unicef.org

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત ઓકટોબર માસ દરમિયાન ક્લીન ઈન્ડિયા અભિયાન યોજાઈ રહ્યું છે. મહાત્મા ગાંધીજી સ્વચ્છતા અને સાફસફાઈના અતિ આગ્રહી હતાં. કેન્દ્ર અને રાજ્ય સરકારે સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરીને ગાંધીજીના સ્વચ્છ અને સ્વસ્થ ભારતના સ્વપ્નને સાકાર કરવાં માટે આગવી પહેલ કરી છે. જેમાં વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે સાફસફાઈની કામગીરીને પ્રોત્સાહન આપવા અનેક અભિયાનો, જાગૃતિ કાર્યક્રમો, જાહેરાતો અને નિયમો બનાવવામાં આવ્યાં છે. એટલે જ સમાજના સૌથી કુમળા વર્ગ અને દેશનું ભવિષ્ય એવા બાળકોને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાય એ ખુબ જરૂરી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા મુજબ, સ્વચ્છતા કે સાફસફાઈનો સંદર્ભ એવી સ્થિતિ સંજોગો અને પ્રેક્ટિસ સાથે છે, જે રોગચાળો ફેલાતો અટકાવવામાં અને આરોગ્ય જાળવવામાં મદદરૂપ થાય. યુનિસેફના આંકડાઓ મુજબ, ભારતમાં પાંચ વર્ષથી ઓછી વય ધરાવતાં દર 10 બાળકોમાંથી ચાર બાળકોની વૃદ્ધિ કુંઠિત થાય છે. કુંઠિત વૃદ્ધિ ધરાવતું વિશ્વનું દર ત્રીજું બાળક ભારતમાં રહે છે, ભારતમાં આવા કુલ આશરે 47 મિલિયન બાળકો રહે છે. બાળકો માટે વ્યક્તિગત સ્વચ્છતા મહત્ત્વપૂર્ણ છે, અશુદ્ધ અને સ્વચ્છ વાતાવરણમમાં ઉછરેલા બાળકની વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે. ઉપરાંત ફૂડ પોઇઝનિંગ, ગેસ્ટ્રોએન્ટરાઇટિસ, સ્કિન અને પેશાબની નળીમાં ઇન્ફેક્શન, જીવજંતુઓમાં વૃદ્ધિ વગેરે વિવિધ રોગો અને સમસ્યા સામે સંરક્ષણ મળશે. સાથે સાથે બાળક ઓછું બિમાર પડવાથી એ શાળામાં ગેરહાજર પણ ઓછું રહેશે.

મહત્ત્વની વાત એ છે કે, માતાપિતા, શિક્ષકો અને આરોગ્ય કેન્દ્રોએ સમજવાની જરૂર છે કે, બાળક પોતાની આસપાસ જે જુએ છે, એનું હંમેશા અનુકરણ કરે છે. એટલે નાની ઉંમરે બાળકોમાં સ્વચ્છતાની આદત કેળવવી એ આપણી જવાબદારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp