મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સરકાર દ્વારા 307 વ્યવસાયો માટે આર્થિક સહાય

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક ક્ષેત્રે મહિલાઓના ભવિષ્યને ઉજ્જવળ તેમજ તેમને આત્મનિર્ભર બનાવવા ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા 18 થી 50 વર્ષની વયમર્યાદા ધરાવતી મહિલાઓને મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત રૂ.2 લાખ સુધીની સબસિડાઇઝડ લોન મળવાપાત્ર છે. જે હેઠળ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓની આવક રૂ.1,20,000 અને શહેરી વિસ્તારની રૂ.1,50,000 ધરાવતી બહેનો આ યોજનાનો લાભ લઇ શકે છે. ઉપરાંત પ્રોજેકટ કોર્સના 15 ટકા પ્રમાણે વધુમાં વધુ રૂ.30 હજારની સબસિડી યોજના અન્વયે મેળવી શકાશે.

યોજના અંતર્ગત પરંપરાગત કે બિનપરંપરાગત આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે, એન્જિનિયરીંગ, કેમિકલ અને સૌંદર્ય પ્રસાધન, ટેક્સટાઇલ, પેપર પ્રિન્ટીંગ, સ્ટેશનરી, પ્લાસ્ટિક, ખેતપેદાશ આધારિત ઉદ્યોગ, ગૃહ અને હસ્તકલા, ડેરી, ગ્લાસ અને સિરામિક, ચર્મ, ઇલેક્ટ્રિક, કાચો માલ, ફર્નિચર અને મશીનરીની ખરીદી તથા અન્ય 307 વ્યવસાયો માટે મહિલાઓ સહાય મેળવી શકે છે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છતી બહેનોએ મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-2, બ્લોક-એ, પહેલો માળ, અઠવાલાઈન્સ, સુરત ખાતે સંપર્ક કરવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp