વારંવાર હાથ ધોતા હોવ તો સાવધાન, બાળકોની સ્કીન થઈ રહી છે ખરાબ

PC: theconversation.com

દુનિયામાં કોરોનાની સ્થિતિ તો કાબૂમાં આવી ગઈ છે, પરંતુ કોરોના બાદ બાળકોની સમસ્યા વધી રહી છે. અસલમાં બ્રિટનમાં કોરોનાને નિયંત્રિત કરવા માટે બાળકોને સ્કૂલોમાં વારંવાર હેન્ડવોશ કરાવવામાં આવી રહ્યા છે, જેનાથી તેમની ત્વચાને નુકસાન પહોંચી રહ્યું છે. આ અંગે બાળકોના માતા-પિતાએ સ્કૂલ વિરુદ્ધ પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે અને બાળકો પર આ રીતના નિયમો નહીં થોપવાની અપીલ કરી છે.

બ્રિટનમાં કેટલાંક માતા-પિતા શિક્ષકોને આગ્રહ કરી રહ્યા છે કે તેઓ કઠોર નિયમોને સરળ બનાવે કારણ કે તેમના બાળકોને પીડા થઈ રહી છે અને તેઓ રડતા ઘરે આવી રહ્યા છે. અસલમાં માતા-પિતાનો આરોપ છે કે શાળામાં વારંવાર હેન્ડવોશ કરાવવાને કારણે તેમના બાળકોની ત્વચાને નુકસાન પહોંચી રહ્યું છે. ત્વચા પર લાલ નિશાનની સાથે જ તેમને દુખાવો પણ થઈ રહ્યો છે, જેના કારણે તેઓ રડતા સ્કૂલેથી ઘરે આવે છે.

તેવી જ એક સ્કૂલની બાળકીની માતાએ કહ્યું છે કે, આ વાસ્તવમાં અમે સાબુને દોષ આપવા માટે નથી રહીં રહ્યાં પરંતુ વધારે પડતા હેન્ડવોશ કરવાને લીધે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે અને તેમનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ રહ્યું છે. ધ સનના એક રિપોર્ટ પ્રમાણે, તેણે તેના બાળકોને કહ્યું કે તે સ્કૂલના નિયમોને અનદેખા કરે અને વારંવાર પોતાના હાથને ન ધુએ.

જ્યારે અન્ય એક માતા-પિતાએ દાવો કર્યો છે કે તેમણે એવા ઘણા લોકોની લાઈનો જોઈ હતી જે પોતાના બાળકોને સ્કીન સંબંધી બીમારીને લીધે પોતાના બાળકોને સ્કૂલે મોકલવાથી રોકી રહ્યા હતા. સ્કૂલના બાળકોની ખરાબ થઈ રહેલી ત્વચાને લઈને એક ખુલાસો કરવામાં આવ્યો છે કે તેમને સ્ટેરોઈડ ક્રિમ આપવામાં આવી હતી જેને લગાવ્યા પછી ત્વચા પર વધારે લાલ નિશાન અને નાના નાના કટ થયા હતા અને તેમને જલન થઈ રહી હતી.

એક મહિલાએ કહ્યું કે, મને લાગે છે કે આ ચોંકાવનારુ છે કે ગરીબ બાળકોને આ રીતે તેમના હાથમાં છોડી દેવામાં આવે છે. અન્ય એક બાળકની માતાએ કહ્યું છે કે મારી છોકરીની સ્કીન આમ પણ સેન્સીટીવ છે પરંતુ લંચ પહેલા 9-10 વખત પોતાના હાથને ધોવા, ખાતી વખતે, શૌચાલય પછી, જ્યારે સ્કૂલમાં પહોંચે છે ત્યારે અને સ્કૂલ છોડે તે સમયે પણ હાથ ધોવાનું. બસ બહુ થઈ ગયું. તે સહન કરી શકતી નથી કારણ કે મારી છોકરીની સ્કીન સેન્સીટીવ છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp