અહીં માસિક ધર્મ દરમિયાન શાળાએ નથી જતી વિદ્યાર્થીનીઓ, કારણ જાણીને રહી જશો દંગ

PC: eastcoastdaily.com

પિથૌરાગઢ જિલ્લાના મૂનાકોટ બ્લોકના સલ્લા ચિંગરી ક્ષેત્રમાં છોકરીઓના માસિક ધર્મ દરમિયાન સ્કૂલ ન જવાના મામલો શિક્ષણ મંત્રી અરવિંદ પાંડેયના ધ્યાને આવતા તેમણે શિક્ષણ જગત સાથે સંકળાયેલા અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે. તેમણે આ અંગેના કારણની તપાસ કરી તેમનામાં જાગૃતતા ફેલાવવાના આદેશ આપ્યા છે. તેમણે કહ્યુ હતુ કે, બાળકીઓના ભણતરમાં કોઈ અડચણ આવવી ન જોઈએ. તેને માટે ગ્રામજનો સાથે વાત કરી તેનો કોઈ રસ્તો શોધવા અંગે પણ કહેવામાં આવ્યુ છે.

કેરળમાં સબરીમાલા મંદિર પ્રકરણની અસર પરોક્ષરીતે ઉત્તરાખંડ પર પણ જોવા મળી રહી છે. પિથૌરાગઢ જિલ્લામાં સિલ્લા ચિંગરી ક્ષેત્રમાં બાળકીઓને માસિક ધર્મ દરમિયાન લોક દેવતાના મંદિરના રસ્તે સ્કૂલ ન મોકલવાની સ્થાનિક લોકોની ધાર્મિક આસ્થાના મામલામાં પણ સરકારનુ વલણ કંઈક આ જ પ્રકારનુ છે. આથી, શિક્ષણ મંત્રીએ બાળકીઓના ભણતર પર કોઈ ખરાબ અસર ન પડે, સાથે જ ગ્રામજનોની ધાર્મિક આસ્થા જળવાઈ તે રીતે કોઈ રસ્તો શોધી કાઢવા માટેના આદેશ આપ્યા છે.

માસિક ધર્મ દરમિયાન બાળકીઓને શાળાએ મોકલવામાં ગ્રામજનોને કોઈ સમસ્યા નથી, આથી તેમણે સ્કૂલે જવા માટે વૈકલ્પિક માર્ગ બનાવવાની માંગણી કરી છે. જેથી આ 5 દિવસો દરમિયાન બાળકીઓની સ્કૂલ ન બગડે તેમજ ગ્રામજનોની ધાર્મિક લાગણી પણ ન દુભાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp