છોકરીઓના લગ્નની ઉંમરમાં ફેરફારની તૈયારી, PM મોદીના નિર્ણયનો થઇ રહ્યો છે વિરોધ

PC: indiatimes.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છોકરીઓના લગ્નની ન્યૂનતમ ઉંમરને વધારવાનાં સંકેત આપ્યા છે. ત્યાર પછી આ મુદ્દા પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. તો બીજી તરફ પ્રધાનમંત્રી મોદીના નિર્ણયના વિરોધમાં 100થી વધારે નાગરિક સંસ્થાઓએ સરકારને અપીલ કરી છે અને દાવો કર્યો છે કે આ પગલું માતાઓ અને શિશુઓના સ્વાસ્થ્યમાં સુધાર લાવવામાં ખાસ મદદ કરશે નહીં.

સંયુક્ત નિવેદનમાં નાગરિક અધિકારોથી જોડાયેલા સંગઠનોએ પૂછ્યું છે કે, લગ્નની ન્યૂનતમ આયુ વધારવી એક પગલુ કઇ રીતે છે જ્યારે આ ઘણી મહિલાઓની વૈવાહિક સ્થિતિ અને અધિકાર આપવાને નકારે છે. તેમણે એ પણ પૂછ્યું છે કે, આ તે પરિવારોને ગુનેગાર માનવામાં કઇ રીતે મદદ કરશે જેમને જીવિત રહેવાની જરૂરતો અને અસુરક્ષા ન માત્ર તેમને જલદી લગ્ન કરાવવા પર બલ્કે જલદી કાર્યસ્થળ પર પ્રવેશ કરવા માટે પણ મજબૂત કરે છે.

સરકાર મહિલાઓ માટે લગ્નની ઉંમરમાં વધારો કરવા પર વિચાર કરી રહી છે અને તેના માટે એક કાર્યબળનું પણ ગઠન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે પોતાના સંબોધનમાં આ વિષય પર વાત પણ કરી હતી. જોકે, નાગરિક સંસ્થાઓએ સરકારને વિવાહની ઉંમર ન વધારવાનો આગ્રહ કર્યો છે.

તેમણે દાવો કર્યો છે કે, આ લૈંગિક સમાનતા, મહિલાઓના અધિકારો કે યુવતીઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપશે નહીં અને માતાઓની સાથે શિશુઓના સ્વાસ્થ્ય સુધારવામાં ખાસ મદદ કરશે નહીં. આ સંસ્થાઓએ કહ્યું છે કે, આ એક સતહી સમજ છે કે મહિલાઓ અને પુરુષો બંને માટે લગ્નની ઉંમર 21 વર્ષ કરવી લૈંગિક સમાનતાનું પ્રતીક છે, પણ આ વિચારને ઉદારવાદી ખેમામાં એક મોટી આશાની સાથે જોવામાં આવે છે.

લગભગ 100 નાગરિક સંસ્થાઓ અને 2500 યુવા અવાજો દ્વારા સમર્થિત આ નિવેદનમાં કહ્યું કે, જો ઉંમરના હિસાબે કાયદાકીય સમાનતાને લાગૂ કરવાની વાત છે તો તેને મહિલાઓ અને પુરુષો બંને માટે 18 વર્ષ કરવા પર વધારે સાર્થક રહેશે. જેવું કે વિશ્વના મોટા પ્રમાણના ભાગોમાં છે. તેમણે કહ્યું કે, કાયદાના માધ્યમે લગ્નની ઉંમર વધારવી જલદી લગ્નને રોકવાના સ્થાને તેને વધારે ગુનાહિત બનાવશે. નાગરિક સંસ્થાઓએ અનુશંસા કરી છે કે, લગ્નની ઉંમર વધારવાના સ્થાને સરકારે સ્કૂલની વ્યવસ્થા અને રોજગારના અવસરોને મજબૂત કરવા પર વિચાર કરવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp