દાદી! તમે મને કેમ મારી નાંખી? હજુ તો આ દુનિયામાં મને 1 જ મહિનો થયો હતો!

PC: punjabkesari.in

Save the girl child ના અભિયાન પછી પણ હજુ દેશભરમાં એવા લોકો છે જે બાળકીના જન્મને સ્વીકારતા નથી અને તેને મોતને ઘાટ ઉતારી દે છે.હરિયાણામાં આવી જ એક ઘટના બની છે. ઘરમાં ત્રીજી પૌત્રીનો જન્મ થયો અને બાળકી હજું 1 મહિનાની જ થઇ હતી તો દાદીએ બાળકીને હત્યાના ઇરાદાથી ખાળકૂવામાં ફેંકી દીધી હતી જયાં બાળકીનું મોત થઇ ગયું.

હરિયાણાના તાવડુંમાં બે દિવસ પહેલા 1 મહિનાની નવજાત બાળકી ગુમ થઇ ગઇ હતી. પરિવારજનોએને લાગ્યું કે કોઇ ઉઠાવી ગયું હોઇ શકે. થોડા મહિનાઓ પહેલા બચ્ચચોર ગેંગ સક્રિય હતી. એટલે કોઇએ ચોરી કરી હોવાની શક્યતા હતી. જોકે પરિવારજનોએ બાળકી ખોવાઇ ગઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

હરિયાણા રાજ્ય બાળકીઓને મારી નાંખવા માટે આમ પણ કુખ્યાત છે. એટલે પોલીસને પણ ખબર હોય છે. છોકરો હોય તો પોલીસ પણ બીજી રીતે તપાસ કરે છે પરંતુ અહીં તો પોલીસને તપાસ શરૂ કરી તો પહેલેથી જ ઘરના સભ્યો પર શંકા હતી.પોલીસે આખા ઘરમાં તપાસ કરી તો બાળકી મળી નહી.પોલીસે ટોયલેટમાં તપાસ કરી તો ટોયલેટ માટે બનાવેલી ટેંકને ઉઠાવીને જોયું તો તેનો એક ભાગ તોડી નાંખવામાં આવ્યો હતો.પોલીસે થોડો ભાગ ખસેડયો તો બાળકી દેખાઇ પરંતુ મૃત હાલતમાં હતી.

પોલીસને તો પહેલેથી જ શંકા હતી કે ઘરનું જ કોઇ સભ્ય આમા ઇન્વોલ્વ હશે. પોલીસને શંકા હતી કે બાળકીને ક્યાંક મૂકી આવ્યા હશે અથવા કોઇને આપી દીધી હશે. પરંતુ જ્યારે હકીકત સામે આવી તો પોલીસ પણ દંગ રહી ગઇ. ઘરના તમામ સભ્યોને પૂછપરછ કરી તો દાદી પર શંકા ગઇ. કડકાઇ બતાવી તો દાદીએ પોતાનો ગુનો કબુલી લીધો હતો.જાણવા મળેલી વિગત મુજબ ઘરમાં પહેલાં થી 2 બાળકી હતી એટલે દાદીને 2 પૌત્રી હતી. ત્રીજી બાળકીનો જન્મ થતા દાદીએ આવું અધમ કૃત્ય કરી નાંખ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp