મહિલાઓની સુરક્ષાને અનુલક્ષીને ગુજરાત સરકારનું મોટું પગલું

PC: gujaratinformation.net

પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે 2014મા શરૂ કરેલી 181 મહિલા હેલ્પલાઈનની હવે મોબાઈલ એપ્લીકેશન પણ શરૂ કરી છે. ગુજરાતની મહિલાઓ માટે ઝડપી મદદ મળી રહે તે માટે 181 અભયમ મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યમાં ક્યાંય પણ કોઈ પણ મુસીબતમાં મહિલાઓને ગણતરીની પળોમાં જ પોલીસની મદદ પૂરી પાડવામાં આ એપ્લીકેશન સહાયક બનશે. મહિલા બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ 181 અભયમ મોબાઇલ એપ GVK EMRIના સહયોગથી વિકસાવવામાં આવી છે.

મોબાઇલ એપના ફીચર્સ:

181 એપ વેબસાઇટ તેમજ ગુગલ પ્લેસ્ટોર તેમજ iOSના એપસ્ટોર પર ઉપલબ્ધ રહેશે.

  • સ્માર્ટ ફોનમાં પેનિક બટન દબાવતા હેલ્પલાઇનની મદદ મેળવી શકાશે.
  • મોબાઇલ શેકિંગ કરતા (જોરથી હલાવતા) પણ કોલ થઈ શકશે. ફોન કર્યા વગર મદદ મળી શકશે.
  • મોબાઇલ એપ્લીકેશન મારફતે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ હેલ્પલાઇનના રિસ્પોન્સ સેન્ટર ખાતે તુરંત જ નક્શામાં લેટ લોંગ સાથે મળી જશે, જેથી ટેલિફોન કાઉન્સીલર દ્વારા ઘટના સ્થળ વગેરેની માહિતી મેળવવાના સમયનો બચાવ થશે અને જરૂરિયાત મુજબ રેસ્કયૂકાર્ય થશે.
  • આ માહિતીને આધારે નજીકની યોગ્ય હેલ્પલાઇન રેસ્ક્યૂ વાન કે પોલીસ સ્ટેશનને જાણ કરાશે.
  • ઘટના સ્થળના ફોટો અને વીડિયો અપલોડ કરીને પુરાવા તરીકે હેલ્પલાઇનના સેન્ટરમાં મોકલી શકશે.
  • માહિતી આપી શકે તેમ ના હોય તો પેનિક બટન દબાવતા ઘટના સ્થળની માહિતી હેલ્પલાઇનને પહોંચી જશે.
  • 181 બટન દબાવતાં પાંચ જેટલા સગાસબંધી કે મિત્રોને ઓટોમેટિક S.M.Sથી સંદેશ મળી જશે.
  • ત્રણ એડ્રસ એક સાથે હેલ્પલાઇન સેન્ટરમાં મળી જશે, કોલનું સ્થળ, ફોન માટે નોંધાયેલું સરનામું, એપ્લીકેશન વખતે નોંધાવેલું સરનામું.

181 મહિલા હેલ્પલાઇનની વિશેષતાઓ:

  • મહારાષ્ટ્રમાં અને ગુજરાતના કેટલાંક જિલ્લામાં તેનો ઉપયોગ થાય છે.
  • CCT ટેક્નોલોજી દ્વારા કોમ્પ્યુટરાઇઝ અસરકારક સંદેશા વ્યવહાર પ્રસ્થાપિત થાય છે.
  • Voice Logger દ્વારા ભાવિ ઉપયોગ માટે તમામ વાતાર્લાપની માહિતીનો સંગ્રહ થાય છે.
  • મહિલાની ઓળખ તથા માહિતી ગુપ્ત રાખવામાં આવે છે.
  • હાલમાં કામ કરતી મહિલા આયોગની હેલ્પલાઇન, 100, 108 સાથે સંયોજન.
  • મહિલાલક્ષી તમામ યોજનાની માહિતી ફોન કોલ દ્વારા મળી શકે છે.
  • ફોન ઉપર માર્ગદર્શન અને કાઉન્સેલિંગની વ્યવસ્થા છે.
  • - ઓફિસ દ્વારા ફોલોઅપ અને સમસ્યાનું નિવારણ થાય છે.

પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેને 2014મા શરૂ કરેલી 181 દ્વારા આજ સુધી શું થયું છે?

45 રેસ્કયુ વાન અને 181 ફોન નંબર ઉપર 4,05,602 મહિલાઓને સલાહ, બચાવ માર્ગદર્શન માટે 181 હેલ્પ લાઇનની મદદ લીધી છે તેમજ તાકિદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસ્ક્યૂ વાન સાથે કાઉન્સિલર જઇને 82,353 જેટલી મહિલાને મદદ પૂરી પાડેલ છે. 50,925 જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ મુલાકાત અને કાઉન્સેલિંગ કરી કેસનો નિકાલ કરેલ છે. 24,206 મહિલાની સમસ્યા ગંભીર પ્રકારની ધ્યાન ઉપર આવતા તેને પોલીસ સ્ટેશન, નારીગૃહ, હોસ્પિટલ, એનજીઓ, પ્રોટેક્શન ઓફિસર, મફત કાનૂની સલાહ કેન્દ્ર જેવી વિવિધ સંસ્થાઓ સુધી રૂબરૂ રેસ્ક્યૂ વાન દ્વારા પહોંચાડી લાંબાગાળાની સમસ્યાનું નિરાકરણ કરવામાં મદદ રૂપ બનેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp