બાળકોમાં બ્લડ પ્રેશર થઈ રહ્યું છે હાઈ, માતા-પિતા બાળક સાથે વાત કરવાનું શરૂ કરે

PC: googleusercontent.com

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા લોકોમાં સામાન્ય બની રહી છે. નવાઈની વાત એ છે કે, હવે નાના-નાના બાળકો પણ આજકાલ તેનો ઝડપથી શિકાર બની રહ્યા છે. તો તમે પણ જાણી લો બાળકોમાં ઝડપથી વધી રહેલા હાઈ બ્લડ પ્રેશની સમસ્યાના લક્ષણો, કારણે અને તેને અટકાવવાના ઉપાયો વિશે...

બાળકોમાં હાઈ બીપીના લક્ષણો

  • માથામાં દુઃખાવો
  • દ્રષ્ટિ પર અસર
  • ચક્કર આવવા
  • હાર્ટ બિટ્સ વધી જવી
  • રમતી વખતે જલ્દી થાકી જવું
  • છાતીમાં દુઃખાવો
  • શ્વાસ લેવામાં તકલીફ

બાળકોમાં હાઈ બીપીના કારણો

  • કલાકો સુધી ટીવી જોવું
  • આઉટડોર ગેમ્સને બદલે મોબાઈલ પર ગેમ્સ રમવી
  • વધુ પડતું તળેલું ખાવાનું ખાવું
  • યોગ્ય સમયે ન ખાવું
  • લીલા શાકભાજી ન ખાવા
  • ભણવાનો વધુ પડતો સ્ટ્રેસ
  • આનુવંશિક કારણ

માતા-પિતાએ આ રીતે રાખવું ધ્યાન

  • બાળકો તો બાળકો છે, તેમનું ધ્યાન રાખવું એ માતા-પિતાની ફરજ છે. એવામાં જેટલું બની શકે બાળકોને ટીવી ઓછું જોવા દો.
  • તેમને ભણવા ઉપરાંત, ગેમ્સમાં ઈન્ટરેસ્ટ ડેવલપ કરો.
  • સારી-સારી આદતો પાડો, જેમ કે સવારે જલ્દી ઉઠીને ઉગતા સૂરજને જોવું કે પછી પાર્કમાં જઈને લીલા ઘાસ પર ચાલવું.
  • હેલ્ધી ડાયટ- બાળકોને લંચ ઉપરાંત એક અલગ ડબ્બામાં રોજ એક મૌસમી ફળ, નટ્સ અને પનીર જેવી વસ્તુઓ આપો.
  • બાળકો સામે ઘરની સમસ્યા સાથે સંકળાયેલ વાતો ઓછી કરો.
  • બાળકોના ડાયટમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાયબરયુક્ત આહાર સામેલ કરો.
  • તેમના માટે ડેઈલી વર્કઆઉટ એક્સરસાઈઝ પ્લાન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp