હિજાબ પહેરીને બોડી બિલ્ડિંગ કરે છે આ મહિલા

PC: hindustantimes.com

સોશિયલ મીડિયા પર હાલમાં એક મહિલા લોકોના ચર્ચાનું સ્થાન બની છે. 23 વર્ષની બોડી બિલ્ડર મજાઝિયા ભાનૂ કેરલાની જૂની વિચારસરણીને તોડીને કંઈક અલગ કરી રહી છે. ભાનૂને તમે હિજાબ પહેરીને બોડી બિલ્ડિંગ કરતી જોઈ શકશો.

મજીઝિયા ડેન્ટીસ્ટનું ભણી રહી છે. તેણે પાવર લિફ્ટીંગમાં અત્યાર સુધી ઘણા મેડલ જીત્યા છે. પરંતુ હાલમાં જ તેણે એક એવી કોનટેસ્ટ જીતી છે જેનાથી સૌ કોઈ હેરાન છે. તેણે કહ્યું હતું કે મારા ખુદના માનવામાં નથી આવી રહ્યું તે મેં બોડીબિલ્ડીંગની કોમ્પિટીશન જીતી લીધી છે. 25 ફેબ્રુઆરીએ મિસ્ટર કેરલની કોનટેસ્ટ યોજાઈ હતી. જેમાં તેણે બેસ્ટ વુમન ફિટનેસ ફિઝીકનું ટાઈટલ જીત્યું હતું.

તેણે પોતાની વાત કરતા કહ્યું હતું કે હું બોડી બિલ્ડિંગમાં અચાનક આવી ગઈ હતી. મારા ફિયાન્સીએ મને જીમ કરવાની પ્રેરણા આપી હતી શરૂઆતમાં મને ઘણી શરમ આવી રહી હતી કારણ કે મારે મારી બોડીને એક્સપોઝ કરવી પડતી હતી. પરંતુ મારા ફિયાન્સીએ એવી કેટલાંક ફોટો બતાવ્યા હતા, જેમાં ઘણી મુસ્લિમ મહિલાઓ હિજાબ પહેરીને બોડીબિલ્ડીંગ કરી રહેલી જોવા મળી હતી. તો પછી મને પણ વિચાર આવ્યો કે હું આવું કરી શકું છું.

તે 'સ્ટ્રોંગેસ્ટ વુમન ઓફ ધ કેરલ'નું ટાઈટલ ત્રણ વખત જીતી ચુકી છે. તેણે 2016ના અંતમાં ટ્રેનિંગ શરૂ કરી હતી અને અત્યારે આ મુકામ હાંસિલ કર્યો છે. મજાઝિયાના જીમ ટ્રેનર શામાઝે કહ્યું હતું કે, તે છોકરા જેવી ટ્રેનિલ લે છે. અને ઘણી મહેનત કરે છે. આપણે ત્યાં કોઈ મહિલા હિજાબ પહેરીને જીમમાં ટ્રેનિંગ કરે તે સામાન્ય વાત નથી. તે પોતે ઘણી પરેશાનીઓ સામે લડીને અહીં સુધી પહોંચી છે.

મજીઝિયાએ પોતાની સફળતા અંગે કહ્યું હતું કે મને હિજાબ પહેરીને જીમ કરવામાં કોઈ વાંધો આવતો નથી અને મારે જે કરવું હોય એ હું કરી શકું છું. હું હંમેશા મારા માતા-પિતા અને ફિયાન્સીનો ઘણો આભાર માનું છું કારણ કે તેઓ હંમેશા મારી સાથે ઊભા રહ્યા હતા.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp