જાણો પ્રેગ્નેન્સીમાં કેટલુ વધી શકે છે મહિલાનુ વજન

PC: kidborn.com

પ્રેગ્નેન્સી દરમિયાન દર મહિને મહિલાના શરીરમાં ઘણા બધા બદલાવ આવે છે. આ દરમિયાન સમય પર ચેકઅપ થવુ ખૂબ જરુરી છે જેથી માતા અને બાળકની હેલ્થ વિશે જાણકારી મળતી રહે. આ સ્થિતિમાં ગર્ભમાં રહેલ બાળકના શારીરિક વિકાસની સાથે વજન વધવુ સામાન્ય છે પરંતુ ક્યારે અને કેટલુ વધવુ જોઇએ એ જાણવુ ખૂબ જરુરી છે. ઓછુ અથવા વધારે વજન વધવુ મા અને બાળક બંન્ને માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

 

પ્રેગ્નેન્સીમાં કેટલુ વધવુ જોઇએ વજન

પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાનું વજન લગભગ 10 થી 12 કિગ્રા વધી શકે છે પરંતુ એવુ દરેક મહિલાની શારીરિક પર સ્થિતિ પર નિર્ભર કરે છે જો તે પહેલાથી જ શરીરમાં વધારે છે તો તેને પોતાના વજન વિશે ખાસ ધ્યાન આપવાની જરુર છે.

આ રીતે વજન વધવુ જરુરી છે

પહેલા ત્રણ મહિનાનુ વજન વધારે ન વધવુ જોઇએ. આ 0-2 કિગ્રા સુધી હોઇ શકે છે. રોજ 300 કૈલોરીથી વધારે ન ખાવુ જોઇએ. બીજા અને ત્રીજા મહિનામાં ગર્ભમાં રહેલ બાળકનો શારીરિક વિકાસ ખૂબ ઝડપથી થતો હોય છે. જો 1 થી 2 કિગ્રા મહીને થઇ શકે છે. નવમાં મહીનાથી પ્રસવ સુધી વજન ન વધવુ જોઇએ. ત્યાંજ એ જાણવુ જરુરી છે કે કયા અંગનો કેટલો ભાર થાય છે. જન્મના સમયે બાળકનું 2 થી 3 કિગ્રા સુધી હોઇ શકે છે. જ્યારે પ્લેસેન્ટાનો ભાર 0.5 કિગ્રા, એમ્નિયોટિક દ્રવ્યનો ભાર 4.0 થી 5.9 કિગ્રા, ગર્ભાશયનો ભાર 0.5થી 1.1 કિગ્રા, સ્તનનો ભાર 0.5 થી 1.4 કિગ્રા સુધી અને શરીરનું સ્તર 1.0 થી કિગ્રા સુધી હોઇ શકે છે.

વધારે વજન થી થાય નુકશાન

તમારા વજન વિશે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરુરી છે. જો મહિલાનુ વજન જરુરતથી વધારે વધી જાય તો તેના પણ ઘણા નુકશાન થાય છે.

ડાયાબિટીસ

પ્રેગ્નેન્સીમાં હાઇ બ્લડપ્રેશર
સિઝેરિયન ડિલીવરીના તપાસ વધારવી
શરીરમાં રક્તના થોર જામવા
મિસકૈરેજનો ભય
ડિલીવરીના સમયે મુશ્કેલી થવી

પ્રેગ્નેન્સીમાં સ્વસ્થ રહેવાનો નિયમ

ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ નહી પરંતુ તેના પહેલા અને એ દરમિયાન હેલ્થ અને ખાવા પીવાથી લઇને પોતાનો ખ્યાલ રાખવુ ખૂબ જરુરી છે.

ડોક્ટરનું ચેકઅપ જરુરી

ઓછા કે વધારે વજનની અસર બાળકની હેલ્થ પર પણ પડે છે એટલા માટે દર મહિને તેની તપાસ કરાવી ખૂબ જરુરી છે પછી ભલે મહિલા પોતાને સ્વસ્થ ફિલ કરી રહી હોય.

હેલ્દી ડાયેટ જરુરી

પૂરતો ખોરાક જરુરી જેમાં લીલા શાકભાજી, દૂધ, દહી, દાળ, આયરન, પ્રોટીન, કેલ્શિયમ, મિનરલ્સ વગેરેથી ભરપૂર ખોરાક ખાતા રહો. ડોક્ટર સાથે ખાવાનુ ટાઇમ ટેબલ બનાવી લો.

ડાયેટિંગની ભૂલ ન કરો

વજન વધવાના ડરથી આ સમયે ડાયેટિંગની ભૂલ ન કરો. તેનાથી બાળકના વિકાસ પર ખરાબ અસર પડી શકે છે.

રોજીંદી જીંદગી

પ્રેગ્નેન્સીમાં હેલ્દી લાઇફસ્ટાઇલ અપનાવવી ખૂબ જરુરી છે. દરેક સમયે એક જ જગ્યાએ બેઠા ન રહો પરંતુ ફરો, યોગા જેવી કેટલીક વસ્તુઓ ચાલુ રાખો. એના વિશે ડોક્ટર જોડે સલાહ લો કે તમારા માટે શુ સારુ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp