પેરેન્ટ્સને કોરોના આવે તો બાળકોને કેવી રીતે સાચવશો, જાણો એક્સપર્ટ્સ શું કહે છે

PC: unicef.org

કોરોના વાયરસની બીજી લહેરે આખા દેશને હલાવીને મૂકી દીધો છે. ઘણા ઘરોમાં માતાપિતા પોઝીટીવ થઈ ગયા છે, તેવામાં એકલા રહેતા પરિવારોમાં બાળકોની સદેખરેખ કરનારું કોઈ હોતું નથી. કેટલાંક માતાપિતા તેમના બાળકોને પોતાના સંબંધીઓ અથવા મિત્રોને ત્યાં મોકલવાનો પ્લાન બનાવે છે, પરંતુ એક્સપર્ટ્સ તેને સાચો નિર્ણય કહી રહ્યા નથી. જો પેરેન્ટ્સ પોઝીટીવ આવે તો પોતાના બાળકોની દેખરેખ અને ઘરનું વાતાવરણ કેવું રાખવું જોઈએ તે એક્સપર્ટ્સ પાસેથી જાણી લઈએ.

હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડન્ટ પદ્મશ્રી ડૉ. કેકે અગ્રવાલ કહે છે કે જે ઘરોમાં પેરેન્ટ્સ પોઝીટીવ છે અને બાળકો પણ ઘરમાં છે તેમણે પોતાની લાઈફસ્ટાઈલને લઈને ઘણું સંવેદનશીલ રહેવું જોઈએ. જો બાળકો ઘણા નાના છે તો પૂરી કોશિશ કરો કે તેમનાથી દૂર રહી શકો. અને જો બાળકો મોટા છે તો તેમની કાઉન્સેલિંગ કરો અને ઘરમાં તેમને માસ્ક પહેરીને રાખવાનું કહો. પોતાના વાસણો બાળકોના વાસણોથી અલગ રાખો.

જો તમે ખાવાનું ક્યાંક બહારથી મંગાવી રહ્યા છો તો બાળકોને કહો કે તેઓ તમારા રૂમની બહાર ખાવાનું મૂકી દે. તમારી દવાઓ, કપડાં, વાસણ વગેરે થઈ શકે તો પોતાના જ રૂમમાં રાખો. રૂમની બહાર ન નીકળો તો સારું છે. તેમ છત્તાં જો નીકળવું પડે તો માસ્ક પહેર્યા વગર નીકળવું ન જોઈએ અને કામ પતી ગયા પછી જે જગ્યાને તમે અડ્યા હોવ ત્યાં શક્ય હોય તો સેનેટાઈઝ કરી લેવું જોઈએ, જેથી બીજું કોઈ ત્યાં અડે તો ચેપ ન લાગે.

તે સિવાય રોજ ઘરને સેનેટાઈઝ કરતા રહેવું જોઈએ. આ દરમિયાન બાળકોને પણ વિટામીન સી અને ઝીંકની ટેબ્લેટો જરૂર આપવી જોઈએ. તે સિવાય દિવસમાં બે વખત લીંબુ પાણી પણ પીતા રહેવાની સલાહ આપવી જોઈએ. બાળકોને પોષક તત્વોથી ભરપૂર ખાવાનું ખવડાવવું જોઈએ. તેમને પણ વારંવાર હાથ ધોવાની અને માસ્ક હંમેશા પહેરીને રાખવાની સલાહ આપવી જોઈએ. જો તેમને કોઈ લક્ષણો ન દેખાય તો પણ તમારા પોઝીટવ આવ્યાના ત્રીજા અથવા પાંચમા દિવસે બાળકોની તપાસ પણ જરૂરથી કરાવવી જોઈએ. જો આ દરમિયાન બાળકોમાં પણ કોરોનાના લક્ષણો દેખાય તો તેમની દવા ચાલુ કરી દેવી જોઈએ.

ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે બાળકો માતાપિતાથી એક્સપોઝર થઈને કોવિડ-19 પોઝીટીવ થઈ જાય છે. તેવામાં જો તેમના પેટમાં દુખાવો, ઉલટી અથવા તાવ-શરદી જેવા લક્ષણો દેખાય છે તો તેનાથી વધારે પરેશાન થવાની જરૂર નથી. ડૉક્ટરને કન્સલ્ટ કર્યા પછી જ બાળકોને દવા આપવી જોઈએ. બાળકોને તેમનાથી દૂરી બનાવી રાખીને જ તેમને ઉંઘાડવાની કોશિશ કરવી જોઈએ. કોરાનાની પહેલી વેવમાં નવજાતથી લઈને 15 વર્ષના બાળકો તેનો શિકાર નહોંતા થઈ રહ્યા પરંતુ આ બીજી વેવ નાના બાળકોને પોતાની ચપેટમાં લઈ રહી છે. આજે હોસ્પિટલોમાં પણ બાળકોને દાખલ કરવા પડી રહ્યા છે. ઘણા બાળકો વેન્ટિલેટર પર છે, તેની સાથે નવજાત શિશુઓને પણ કોરોના સંક્રમણ થયું હોવાના કેસો જોવા મળ્યા છે. પરંતુ સારી વાત એ છે કે બાળકો તેમાંથી સારા થઈ રહ્યા છે. જો બાળકો પણ પોઝીટીવ આવે તો આ સમય દરમિયાન તેમનું મનોબળ વધે તેવી વાતો કરવી જોઈએ અને તમારે પણ માસ્ક પહેરી અને પોતાને સેનેટાઈઝ કરી તેમની પાસે જવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp