જો તમારે તમારા બાળકને ફિટ રાખવું છે, તો આજથી જ અપનાવો આ ઉપાય

PC: rfyouthsports.com

જો તમે બાળકને ફિટ બનાવવા માંગતા હો તો તેને દરરોજ શાળાએ મોકલો. એમેરિકી સંશોધકો દ્વારા હાલમાં જ કરવામાં આવેલા રિસર્ચ અનુસાર, બાળકોના ફિટનેસનો સંબંધ તેમની સ્કૂલમાં ઉપસ્થિતિ સાથે પણ છે. અમેરિકાના મિયામી-ડેડ કન્ટ્રી ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવેલા રિસર્ચ અનુસાર, દરરોજ સ્કૂલે જતા બાળકો ફિઝિકલ એક્ટિવિટીમાં વધુ ભાગ લે છે, જે તેમને સ્વસ્થ બનાવે છે. આ ખૂબી તેમને ભવિષ્યમાં અનુપસ્થિત થવાથી બચાવે છે.

આ સંશોધન ન્યુયોર્કમાં રહેતા ધોરણ 6-8ના 3 હજાર બાળકો પર કરવામાં આવ્યુ હતુ. સંશોધકોએ તેમની અટેન્ડન્સ, ફિઝીલક ફિટનેસ, સામાજિક અને આર્થિક સ્થિતિનો રેકોર્ડ જોયો. બાળકોની લંબાઈ, વજન અને પાંચ પ્રકારની ફિટનેસ એક્ટિવિટીઝ (પુશઅપ્સ, સેટઅપ, રનિંગ)ના આધાર પર તેમનું પ્રદર્શન જોયું.

ફિટનેસ એક્ટિવિટીમાં તેમના પ્રદર્શનના આધારે તેમને અંક આપવામાં આવ્યા. સંશોધનમાં સામે આવ્યુ છે કે, જે બાળકોનો ફિટનેસ સ્કોર સારો હતો તેઓ નિયમિત સ્કૂલે જતા હતા અને જે બાળકો સ્કૂલે નિયમિત નહોતા જતા તેમનો ફિટનેસ સ્કોર અન્ય બાળકોની સરખામણીમાં ઓછો હતો અને તેઓ ફિઝિકલી ફિટ ન હોવાને કારણે તેઓ બીમારીનો ભોગ વધુ બને છે અને તેને કારણે સ્કૂલમાં રજાઓનું પ્રમાણ પણ વધુ જોવા મળ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp