નેપાળમાં પીરિયડ્સને લગતી જડ માન્યતાએ લીધો એક મહિલા અને 2 બાળકના જીવ

PC: tosshub.com

નેપાળનો બાજુરા વિસ્તાર, એક નાનકડી ઝૂંપડી, ઝૂંપડીમાં અમ્બા બોહરા પોતાના બે દીકરાઓ સાથે સુતી હતી. સવારે ઘરના સભ્યોએ ઝૂંપડીનો દરવાજો ખોલ્યો તો અંદર અમ્બા મૃત અવસ્થામાં પડી હતી. તેના બંને બાળકો પણ મરી ચૂક્યા હતા. જે ધાબળો તેમણે ઓઢ્યો હતો તે બળી ગયો હતો. અમ્બા બોહરાના પગ બળી ગયા હતા.

અમ્બા અને તેના બંને બાળકોનું શ્વાસ રૂંઢાવાને કારણે મોત થઈ ગયુ. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, અમ્બા પોતાના બાળકો સાથે ઝૂંપડીમાં સુવા ગઈ ત્યારે તેમાં બારી ન હોવાને કારણે શ્વાસ રૂંઢાતા તેમનું મૃત્યુ થઈ ગયુ. આવામાં, વિચાર એ થાય કે નેપાળના પશ્ચિમી વિસ્તારમાં આટલી ઠંડીમાં કોઈ મા પોતાના બાળકોને લઈને ઘરની બહાર ઝૂંપડીમાં શા માટે સૂઈ ગઈ?

તો જણાવી દઈએ કે, નેપાળના પશ્ચિમી વિસ્તારોમાં હિંદુઓની વસ્તી વધુ છે. તે વિસ્તારમાં છાઉપડીની પ્રથા ખૂબ જ પ્રચલિત છે. આ પ્રથામાં જે મહિલાઓ/ યુવતીઓને પીરિયડ્સ થઈ રહ્યા હોય, તેમને ઘરમાંથી કાઢીને કોઈ ઝૂંપડીમાં રહેવા માટે મોકલી દેવામાં આવે છે. આ પ્રથા અનુસાર, જે યુવતીના લગ્ન ન થયા હોય તે 6 દિવસ સુધી ઝૂંપડીમાં રહે, જેના લગ્ન થઈ ગયા હોય અને સંતાનમાં દીકરો અને દીકરી બંને હોય તે 5 દિવસ ઝૂંપડીમાં રહે અને જેને સંતાનમાં માત્ર દીકરી જ હોય તે 7 દિવસ ઝૂંપડીમાં રહે છે.

નેપાળના કાયદામાં છાઉપડીને બેન કરવામાં આવી છે. જે વ્યક્તિ/ પરિવાર પોતાના ઘરની મહિલાઓ/ યુવતીઓને પીરિયડ્સ દરમિયાન ઘરમાંથી કાઢે તેમને 3000 સુધીનો દંડ અથવા ત્રણ મહિનાની જેલની સજા ફરમાવી છે. છતા છાઉપડી માનનારા લોકો પર તેની કોઈ અસર નથી પડી રહી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp