75ની ઉંમરે ફાફડા વેચી ચલાવે છે ઘરઃ દાદી બોલ્યા- હું પોતાની જ માલિક, જુઓ Video

PC: https://www.instagram.com

ઉંમર શરીર કરતા વધારે મનના વિચાર છે. જો તમે કોઇ ફરક પડતો નથી તો આ વાત તમારા માટે કોઇ મતલબની નથી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો એક વીડિયો પ્રસિદ્ધ અમેરિકન લેખક માર્ક ટ્વેનની આ કહેવતને સંપૂર્ણ રીતે સમજાવે છે. આ વીડિયોમાં એક 75 વર્ષીય ફાફડા વિક્રેતાની સ્ટોરી દર્શાવવામાં આવી છે. જેમની આ સ્ટોરી સાંભળી તમારું પણ હ્યદય સ્પર્શી જશે. આશા છે કે આ વીડિયો તમને પણ જરૂર પ્રેરિત કરશે.

વીડિયોને હ્યૂમન્સ ઓફ બોમ્બેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે શેર કરવામાં આવેલા કેપ્શનમાં લખ્યું છે. ફાફડા જમવાનું, કામ કરવાનું, મજ્જાની લાઇફ! વીડિયોમાં ફાફડા વિક્રેતા કલાવંતી દોશી જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, કઇ દોશી પરિવાર ગુજરાતથી નાગપુર નવા જીવનની શરૂઆત કરવા આવ્યા હતા. પણ નાગપુર શિફ્ટ થયાના એક વર્ષ પછી કલાવંતી દોશીના પતિની નોકરી ચાલી ગઇ. ત્યાર બાદ હાથમાં માત્ર 60 રૂપિયાની મદદથી તેમણે ફાફડાની લારી શરૂ કરી. શરૂઆતમાં તેઓ દિવસમાં માત્ર 50 રૂપિયા જ કમાઇ શક્યા હતા.

દાદી કહે છે, જોકે સમયની સાથે સાથે લોકોને અમારું જમવાનું પસંદ આવવા લાગ્યું અને અમે લોકો ફાફડાવાળા તરીકે જાણીતા થઇ ગયા. અમે 30 વર્ષથી આ લારી ચલાવી રહ્યા છે. પણ 10 વર્ષ પહેલા મેં મારા પતિ ગુમાવ્યા. મારા સંતાનોએ મને રિટાયર થઇ જવાનું કહ્યું પણ હું આ લારી ચાલું રાખવા માગતી હતી. હું 75 વર્ષની છું. પણ રોજ તમે મને મારી લારી પર સવારે 11 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી જોઇ શકો છો. લોકો મારા હાથના બનેલા ફાફડા ખાવા આવે છે અને હું તેમને પીરસું છું. હું મારી પોતાની બોસ છું. હુ મારા પૈસા જાતે કમાઉ છું. ફાફડા જમવાનું, કામ કરવાનું, મજ્જાની લાઇફ.

દાદીની જોડે, હવે તેમનો પૌત્ર ભાવેશ રાજ તેમની લારી પર મદદ કરે છે. દાદી-પૌત્રની જોડી નાગપુરમાં શાનદાર ગુજરાતી વ્યંજન પીરસે છે. તેઓ ત્યાં ખૂબ જ પ્રચલિત છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયોને અત્યાર સુધીમાં 42 હજારથી વધારે લાઇક્સ મળી ચૂકી છે. લોકોને દાદીની આ ભાવુક સ્ટોરી પસંદ આવી રહી છે. લોકો ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp