શું સિઝેરિયન બાદ સંભવ છે નોર્મલ ડિલિવરી?

PC: aussie.com.au

પ્રેગ્નેન્સીમાં મહિલાઓ પોતાની હેલ્થનુ ખૂબ ધ્યાન રાખે છે. માં તંદુરસ્ત હશે તો જ બાળક સ્વસ્થ પેદા થશે. ઘણીવાર ગર્ભાવસ્થા દરમિયાન આવતી કમજોરી અથવા પછી કોઇ બીજા પ્રોબ્લમના કારણે ડિલીવરીના સમયે સમસ્યા આવવા લાગે છે. જેના કારણે સિઝેરિયન કરાવુ જરુરી થઇ જાય છે. ત્યાર બાદ નવજાત બાળકની સાથે સાથે માતા ના પેટ પર લાગેલ ટાંકાંની પણ ખૂબ કેર કરવી પડે છે. ત્યાં જ કેટલીક મહિલાઓના મનમાં આ વાતને લઇને હંમેશા સવાલ ઉઠે છે કે શુ સી સેક્શન બાદ નોર્મલ ડિલીવરી થવાની સંભાવના છે કે નહી?

શુ સિઝેરિયન બાદ થઇ શકે છે નોર્મલ ડિલીવરી?

તમારા પહેલા બાળકનો જન્મ ઓપ્રેશન દ્રારા થયો છે તો તમે બીજીવાર માં બનવાના છો તો મનમાં આ સવાલ જરુર આવે છે કે હવે નોર્મલ ડિલીવરીથી જન્મ આપી શકીશ કે નહી? તેના પાછળ કારણ લોકોની ધારણાઓ હોઇ કે જો પહેલી ડિલીવરી સિઝેરિયન થાય છે તો બીજી નોર્મલ નથી થઇ શકતી. તમે પણ એવુ જ કઇક વિચારી રહ્યા છો તો આ વિચાર તમારા મનમાંથી નિકાળી દો કારણકે એક્સપર્ટનુ માનવુ છે કે સિઝેરિયન ડિલીવરી બાદ બીજુ બાળક નોર્મલ થઇ શકે છે. તેના માટે કેટલીક વાતોનુ ખાસ ધ્યાન રાખવુ પડે છે.

બીજી પ્રેગ્નેન્સીમાં રાખો ગેપ

પહેલીવાર સિઝેરિયન ડિલીવરી થઇ છે તો બીજી તમે નોર્મલ રીતે બાળકને જન્મ આપવા ઇચ્છો છો તો બીજી પ્રેગ્નેન્સીમાં ગેપ હોવો જોઇએ. બંન્ને ડિલીવરીમાં ઓછામાં ઓછો 18 થી 2 મહિનાનો ગેપ હોવો જોઇએ.

તમારા ખોરાકનું ધ્યાન રાખો

સૌથી પહેલા તમારા પોતાનું ધ્યાન રાખવાનુ શરુ કરો. શરીરમાં લોહીની ઉણપ ન થવા દો, તેના સિવાય કૈલ્શિયમ, ફોલિક એસિડ વગેરેથી ભરપૂર આહાર અને દવાઓ સમય સમય પર ખાતા રહો.

બાળકનુ વજન

સિઝેરિયન બાદ નોર્મલ ડિલીવરી કરવા ઇચ્છો છો તો ગર્ભમાં બાળકના વજનનુ ખાસ ધ્યાન રાખો. બાળકનુ વજન પણ સિઝેરિયન અથવા નોર્મલ ડિલીવરી પર નિર્ભર કરે છે.

ઇન્ફેકશનનો ન હોવો જોઇએ ભય

સિઝેરિયનના મુકાબલે નોર્મલ ડિલીવરીમાં ઇન્ફેક્શનનો ભય ઓછો હોય છે. ડોક્ટરનુ કહેવુ છે કે સિઝેરિયન ડિલીવરી બાદ નોર્મલ ડિલીવરી ત્યારે થઇ શકે છે જ્યારે સીઝેરિયન ડિલીવરી દરમિયાન માં ના પેટમાં કોઇ પણ પ્રકારનુ કોઇ ઇન્ફેકશન ન થયુ હોય. તેના પહેલા ડોક્ટર જોડે તપાસ કરાવો અને શારીરિક ઉણપને દૂર કરીને પ્રેગ્નેન્સી પ્લાન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp