કેરળ સરકારે સ્પેશિયલ બસ ચલાવી જે છોકરીની મદદ કરેલી, તે બોર્ડમાં 95 ટકા લાવી

PC: i0.wp.com

ઘણાં રાજ્યોના બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીના પરિણામોના આધારે દરેક રાજ્યોમાં છોકરીઓ ટોપ કરી પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહી છે. આ વખતે આ અનોખો કારનાખો એક આદિવાસી છોકરીએ કરી દેખાડ્યો છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 95 ટકા અંક લાવનારી સી શ્રેદેવીની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. સારી વાત એ છે કે, શ્રીદેવીની આ સફળતાનો શ્રેય કેરળ સરકારને જાય છે.

રાજ્ય સરકાર દ્વારા જ શ્રીદેવી માટે તમિલનાડુ-કેરળ સીમાથી સ્કૂલ જવા માટે એક વાહનની વ્યવસ્થા કરી હતી. વાત એ છે કે, લોકડાઉન પછી વિદ્યાર્થીની પોતાના ઘરે પાછી ફરી ગઇ હતી. જો તેને વાહન ન મળતે તો તે કદાચ બાકી પરીક્ષાના પેપરો આપી શકતે નહીં. 16 વર્ષીય શ્રીદેવી માટે અન્નામલાઇ ટાઇગર રિઝર્વમાં આદિવાસી વસતીમાં રહીને આ સફળતા હાંસલ કરવી સરળ નહોતી. તેની સાથે જ શ્રીદેવી આવો કારનામો કરનારી પોતાના સમુદાયની પહેલી છોકરી બની ગઇ છે.

કેરળ સીમા સુધી પહોંચવા માટે શ્રીદેવીએ થોડા કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડતું હતું. તો કોઇક વાર અમુક કિમી સુધી પિતા સાથે સાઇકલ પર સફર કરતી હતી. શ્રીદેવી આગળ 12માં નો અભ્યાસ કરશે. કેરળ સરકારે શ્રીદેવી માટે તમિલનાડુ કેરળ સીમાથી ત્રિશૂર સુધી સ્પેશ્યિલ બસ ચલાવી હતી, જેથી વિદ્યાર્થીની પરીક્ષામાં બેસી શકે.

શ્રીદેવી ચૈલકુડીના નયારનગડી મોડલ આવાસીય વિદ્યાલયની સ્ટુડન્ટ છે. તે તિરુપુર જિલ્લાના અન્નામલાઇ ટાઇગર રિઝર્વના ઉદુમલપેટ રેન્જમાં Poochukottamparai આદિવાસી વસતીમાં રહે છે. આ એક એવી વસતી છે, જ્યાં લોકો ખૂબ જ કપરું જીવન પસાર કરે છે. શ્રીદેવીનું કહેવું છે કે, તેના માટે વિશ્વાસ થવો મુશ્કેલ છે કે તેણે 95 ટકાથી વધારે અંક હાંસલ કર્યા છે. તેના પિતા ચેલ્લામુઠ્ઠુ એક ખેડૂત છે અને તેમને પોતાની દીકરીની સફળતા પર ગર્વ છે. તે આગળ પણ તેમની દીકરીનો અભ્યાસ ચાલુ રાખશે.

જે બસ્તીના લોકો વીજળી વિના અને ફોન નેટવર્ક વિના જીવન પસાર કરી રહ્યા છે. બસ્તીના મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રાથમિક કે મધ્ય વિદ્યાલય પછી પોતાનું ભણતર છોડી દે છે. કિશોરીઓના લગ્ન તેમના સમુદાયની અંદર એક યોગ્ય પાત્ર સાથે કરવામાં આવે છે. જ્યારે છોકરાઓને જલદીમાં જલદી કામ શરૂ કરવાનું કહેવામાં આવે છે. ભણતર માટે વિદ્યાર્થીઓએ ઘણીવાર નેટવર્કની શોધમાં ઘણાં કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે. ત્યાં રહેનારી શ્રીદેવી આટલા સારા નંબર મેળવીને સૌના માટે પ્રેરણા બની ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp