વાજિદ ખાનની પારસી પત્નીએ કહ્યું હું મુસ્લિમ ન બની એટલે મારા સંતાનોને...

PC: opindia.com

જાણીતા સંગીતકાર સાજિદ-વાજિદની જોડીમાંથી વાજિદનું નિધન થયું તે પછી તેની પારસી પત્ની પર મુસલમાન બનવાનું સતત દબાણ કરાતું હોવાનો આરોપ તેણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ આપેલા એક વિગતવાર ઇન્ટરવ્યૂમાં લગાવ્યો છે. આ અગાઉ તેણે ટ્વિટ કરીને પોતાની આપવીતી જણાવી હતી.

કમલરૂખખાન પારસી ધર્મની છે અને તેણે કોલેજકાળના મિત્ર વાજિદ સાથે 10 વર્ષના પ્રેમ પછી લગ્ન કર્યા હતા. તેમણે સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ લગ્ન કર્યા હતા જેથી તેણે પોતાનો ધર્મ ન બદલવો પડે. પરંતુ લગ્ન થયા પછી વાજિદના માતા તરફથી સતત તેની ઉપર મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનું દબાણ કરાતું હતું. કમલરૂખે તેના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે લગ્ન થયા પછી સતત તેની ઉપર દબાણ તો કરાતું જ હતું પરંતુ બાળકો થયા પછી તે ઘણું વધી ગયું હતું. તેને કારણે જ વાજિદ અને તેની વચ્ચેના સંબંધો ખરાબ થઇ ગયા હતા. વાજિદે ઘરે આવવાનું બંધ કરી દીધું હતું.

તેણે કહ્યું કે વાજિદનું ફેમિલી સતત એવું કહ્યા કરતું હતું કે તેના સંતાનો ગેરકાયદે છે કારણ કે તેમણે મુસ્લિમ કાયદા અનુસાર લગ્ન કર્યા નથી. તેમના મત મુજબ સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ કરેલા લગ્નની કોઇ જ કાયદેસરતા ન હતી. તેઓ ન તો અમારા કોઇ ઉત્સવોમાં હાજરી આપતા ન પારસી પરંપરા મુજબ કરેલા ફંક્શનમાં આવતા હતા. તેઓ સતત પ્રેશર કરતા હતા કે હું ઇસ્લામ સ્વીકારી લઉં.

આ પરિસ્થિતિમાં વર્ષ 2014માં વાજિદે તેની સાથે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. તે પહેલા બાળક પછી અમને છોડીને જતો રહ્યો હતો પરંતું થોડા વર્ષ પછી પાછો આવ્યો અને બીજું બાળક થયું. અંતે 2014માં તેણે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું.

કમલરૂખે કહ્યું કે હવે આ બધી બાબતો તે એટલા માટે જાહેર કરે છે કારણ કે વાજિદનો પરિવાર તેને વાજિદની સંપત્તિમાંથી કઇં પણ આપવા તૈયાર નથી. હવે તેના બાળકોનો ઉછેર કરવાની જવાબદારી તેની એકલાની છે. તે ક્લિનિકલ સાયકોથેરાપિસ્ટ છે પરંતુ તેનું ઘર તો વાજિદ જ ચલાવતો હતો.

ધર્માંતરણ વિરૂદ્ધનો કાયદો આખા દેશમાં આવવો જોઇએ

લવ જેહાદની ચર્ચા જે હાલ ઉપડી છે તેના સંદર્ભમાં વાજિદની પત્નીએ કહ્યું કે હું ભણેલી ગણેલી સ્વતંત્ર યુવતી છું. જો ધર્માતરણ માટે મારે આટલું સહન કરવું પડતું હોય તો સામાન્ય છોકરીઓની તો શું હાલત થતી હશે. એટલે ધર્માંતરણ વિરૂદ્ધનો કાયદો આખા દેશમાં આવવો જોઇએ.

વાજિદનું જુલાઇ 2020માં જ કોરોના અને કીડનીની બીમારીને કારણે મોત થઇ ગયું હતું.   

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp