સિંગલ માતા સીમાએ ઘરોમાં કામ કરીને દીકરાને ઉછેર્યો, આજે મેરેથોન રનર છે

PC: etimg.com

જો રનિંગની વાત કરવામાં આવે તો સૌથી મોટી દોડ છે જિંદગીની. જ્યાં કોઈ હારતું નથી કે જીતતું નથી. બસ દોડવાનું રહે છે. મુંબઈના નાલાસોપારામાં રહેનારી સીમા વર્મા મેરેથોન રનિંગની દુનિયામાં એક મિસાલ છે. તે 38 વર્ષના છે. પણ તેમની અંગત કહાની જિંદગીની રેસમાં હિંમત આપી જાય તેવી છે.

બીજા ઘરોમાં કામ કરતી હતી સીમાઃ

17 વર્ષની ઉંમરે સીમાના લગ્ન કરી દેવાયા. પતિને દારૂની લત. સીમાને રોજ મારતો. દીકરાના ઉછેર માટે લોકોના ઘરોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. દીકરાને ઘરમાં બંધ કરીને તે લોકોના ઘરોમાં કામ કરવા જતી હતી. સીમાએ લગ્નના 4 વર્ષ પછી પતિને ડિવોર્સ આપી દીધો હતો. તે પોતાના દીકરા સાથે જુદી રહેવા લાગી જેથી તેનો સારી રીતે ઉછેર કરી શકે.

સીમાને કરાટેમાં પણ રૂચિ હતી. તેણે કરાટે ક્લાસ જોઈન કર્યા. કામ કરવાની સાથે સાથે તે કરાટે ક્લાસમાં પણ જતી હતી. તેની સાથે સાથે તે રનિંગ પણ કરવા લાગી. એક મહિલા જેના ઘરે સીમા કામ કરતી હતી, તેને આ વાતની જાણ થઈ કે સીમા દોડી પણ લે છે. તો તેણે સીમાને મેરેથોન રનિંગ બાબતે જણાવ્યું.

મેરેથોનમાં ભાગ લીધો જિંદગી બદલાઈઃ

2012માં સીમાએ એક મેરેથોનમાં ભાગ લીધો હતો. અને જેમાં તેણે જીત પણ હાંસલ કરી હતી. જેમાં તેને ઘણાં ઈનામ પણ મળ્યા. સીમા કહે છે, જ્યારે હું રનિંગ ખતમ કરું છું તો 20,000 રૂપિયા મળે છે. જેના દ્વારા અમારું ગુજરાન ચાલે છે. 2019માં સીનાએ 14 મેરેથોનમાં ભાગ લીધો. તો જાન્યુઆરી 2020માં તેણે 42 કિમીની મેરેથોનમાં ભાગ લીધો. આ મેરેથોન સીમાએ 3 કલાક 52 મિનિટ અને 58 સેકન્ડમાં પૂરી કરી હતી.

જણાવી દઈએ કે, મેરેથોનમાં એક નિશ્ચિત સમયની અંદર રેસ પૂરી કરનારાને ઈનામ મળે છે. જેની પ્રાઈઝ મેરેથોન કરાવનારી સંસ્થા નક્કી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp