સગીર મુસ્લિમ છોકરી માતા-પિતાની પરવાનગી વિના લગ્ન કરી શકે છે- દિલ્હી હાઈકોર્ટ

PC: thewire.in

દિલ્હી હાઇકોર્ટે મંગળવારે એક મહત્ત્વની ટીપ્પણી કરી છે કે, સગીર મુસ્લિમ છોકરી તેના માતા-પિતાની પરવાનગી વગર લગ્ન કરી શકે છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે, મુસ્લિમ કાયદા મુજબ તરુણાવસ્થા પ્રાપ્ત કરનાર સગીર છોકરીને તેના માતા-પિતાની સંમતિ વિના લગ્ન કરવાનો અને તેની ઉંમર 18 વર્ષથી ઓછી હોવા છતાં તેના પતિ સાથે રહેવાનો અધિકાર છે.

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે એક મુસ્લિમ યુવતીની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, તરુણાવસ્થા પ્રાપ્ત કર્યા પછી છોકરી તેના માતા-પિતાની સંમતિ વિના લગ્ન કરી શકે છે. જે યુવતીની અરજી પર અહીં સુનાવણી ચાલી રહી હતી તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા હતા. હવે કિશોરી વતી એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં પરિવારથી સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. કિશોરીની અરજી સ્વીકારીને જસ્ટિસ જસમીત સિંહની બેન્ચે આ મુસ્લિમ દંપતીને રક્ષણ પૂરું પાડ્યું હતું, જેમણે માર્ચ-2022માં મુસ્લિમ રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા.

જસ્ટિસ જસમીત સિંહ જે કેસની સુનાવણી કરી રહ્યા હતા, તેમાં એક મુસ્લિમ યુગલે 11 માર્ચે છોકરીના માતા-પિતાની પરવાનગી વગર લગ્ન કર્યા હતા. આ કેસમાં છોકરાની ઉંમર 25 વર્ષ છે, જ્યારે છોકરીની ઉંમર તેના પરિવારના સભ્યો અનુસાર 15 વર્ષ છે. જોકે, યુવતીના આધાર કાર્ડ મુજબ તેની ઉંમર 19 વર્ષ છે.

ન્યાયાધીશે આ કેસને અગાઉના કેટલાક કેસ કરતા અલગ ગણાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, આ કેસમાં લગ્ન પહેલા શારીરિક સંબંધ બન્યા નથી. તેના બદલે, અરજદારોએ પહેલા મુસ્લિમ કાયદા અનુસાર લગ્ન કર્યા હતા. ત્યારબાદ શારીરિક સંબંધ બાંધ્યા હતા. દંપતીએ એક પિટિશન દાખલ કરી હતી કે જેથી સુનિશ્ચિત થાય કે તેમને અલગ કરવામાં ન આવે. હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે તેઓએ મુસ્લિમ કાયદા હેઠળ લગ્ન કર્યા અને પછી શારીરિક સંબંધો બાંધ્યા.

બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે, Protection of Children from Sexual Offences (POCSO) એક્ટનો હેતુ બાળકોની કોમળ ઉંમરને સુરક્ષિત રાખવાનો છે અને તેનો દુરુપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. ખંડપીઠે કહ્યું કે, જો અરજદારોને અલગ કરવામાં આવશે તો તે અરજદાર કિશોરી અને તેના હજુ નહીં જન્મેલા બાળક સાથે આઘાત હશે. રાજ્યનો ઉદ્દેશ અરજદાર કિશોરીના શ્રેષ્ઠ હિતનું રક્ષણ કરવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp