આ દેશમાં 7થી વધારે બાળકો પેદા કરવા પર માતાને મળે છે ગોલ્ડ મેડલ

PC: chef.bbci.co.uk

ઘણાં દેશોની સરકાર નાગરિકોને વધુ બાળકો થવા પર આર્થિક પ્રોત્સાહન આપે છે, પણ કઝાકિસ્તાન આ બધાં દેશો કરતાં જરા નોખો છે. કઝાકિસ્તાનમાં મોટા પરિવારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અહિની સરકાર કુટુંબો પાસેથી વધારે બાળકો ઇચ્છે છે. માટે જ, આ દેશનો જન્મ દર વધારવામાં ફાળો આપનાર માતાઓને 'હિરો મધર્સ' નો મેડલ આપવામાં આવે છે.

એક કુટુંબમાં 6 બાળકો રાખવા બદલ માતાને રજત પદક આપવામાં આવે છે. તો 7થી વધુ બાળકો હોવા પર માતાને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે. ચંદ્રકો મેળવનારી માતાઓ સરકાર તરફથી માસિક ભથ્થા પણ મેળવે છે.

માતાને મળે છે 'હિરો મધર્સ'નો ખિતાબઃ

કઝાકિસ્તાનના રહેનારી રોશન કોઝોમકુલોવા 10 બાળકોની માતા છે. તેની પાસે સિલ્વર અને ગોલ્ડ બંને મેડલ છે. કોઝોમકુલોવાને તેની સિદ્ધિઓ પર ગર્વ છે. તેને 8 છોકરીઓ અને 2 છોકરાઓ છે. બધા બાળકો ભેગા મળીને જ જમવા બેસે છે. ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ, રોશન આજીવન સરકારી ભથ્થા માટે હકદાર બની ગઈ છે.

સરકાર ભથ્થુ પણ ચૂકવે છેઃ

બક્તિગુલ હલાઇકબેવાને 6 બાળકો છે. તેને સિલ્વર મેડલ મળ્યું છે અને સરકાર તરફથી ભથ્થું દર મહિને મળે છે. તે કહે છે, મને ચાર વર્ષનો નાનો દીકરો છે. સૌથી મોટી દીકરી 18 વર્ષની છે. જે માતાઓ મેડલ નથી જીતી શકતી, તેમને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

ચાર બાળકો હોય તેવા પરિવારોનું બાળક 21 વર્ષનું નહિ થાય ત્યાં સુધી સરકાર તરફથી ભથ્થું આપવામાં આવે છે. કઝાકિસ્તાનના લેબર એન્ડ સોશિયલ પ્રોગ્રામ્સ ડિપાર્ટમેન્ટની અક્સના ઇલુઝેઝોવા કહે છે, અમારા સરકારની નીતિ છે કે અમારા દેશમાં વધુ બાળકો જોઈએ. જેનાથી અમારી વસ્તી વધે.

1944 માં શરૂ થઈ આ નીતિઃ

સોવિયત યૂનિયન દરમ્યાન માતાઓને મેડલ આપવાની અને આર્થિક સહાય આપવાની પ્રથા શરૂ થઈ હતી. સોવિયત સંઘે 1944 માં 'મધર હિરોઇન' એવોર્ડ શરૂઆત કરી હતી. જે એ પરિવારોને આપવામાં આવતો જેમાં 10 અથવા વધુ બાળકો હોય. માતાઓનું સન્માન કરવા માટે, સોવિયત સરકારે તેમને સ્ટાર જેવા બેજ અને પ્રશંસા પત્ર પણ આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp