4 બાળકોની માતાની નસબંધી ફેલ, કહ્યું-પાંચમું બાળક સરકારને ભેટ કરીશું

PC: langimg.com

વસ્તી નિયંત્રણ માટે સરકાર પરિવાર નિયોજન જેવા કાર્યક્રમો ચલાવી રહી છે અને સાથે તેના પ્રચાર માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. તેનાથી પ્રેરણા લઈને જ્યારે કોઈ મહિલા તેની નસબંધી કરાવે અને તેમ છતાં તે ગર્ભવતી બની જાય તો શું કરવું? ઉત્તર પ્રદેશનાં બલિયા જિલ્લાના ઉસરૌલી ગામની મહિલા વિભા જોડે કાંઈક આવું જ બન્યું.

ડૉક્ટરોની બેદરકારીઃ

4 બાળકોની માતા વિભાએ સરકારના નાનું પરિવાર-સુખી પરિવાર અભિયાનથી પ્રેરણા લઈ માર્ચ મહિનામાં તેની નસબંધી કરાવી હતી. નસબંધીના બે મહિના પછી તેને ખબર પડી કે તે ફરી ગર્ભવતી બની છે. મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવનાર વિભાને ગર્ભવતી બન્યાને 4 મહિના ઉપર થઈ ગયા હતા. નસબંધી નિષ્ફળ ગઈ હોવાને કારણે વિભાનું કહેવું છે કે, ડૉક્ટરોની બેદરકારીને કારણે આવું થયું છે.પહેલાથી જ 4 બાળકો છે. ગરીબીને કારણે તેમનું ભરણ-પોષણ પણ બરાબર નથી થઈ રહ્યું. અને હવે પાંચમું બાળક આવી જશે તો તેને કઈ રીતે ઉછેરશું?

ડૉક્ટરો બોલ્યા, ડિલિવરી પછી ફરી નસબંધી કરીશુંઃ

જ્યારે ડૉક્ટરોને ફરિયાદ કરવામાં માટે વિભા અને તેના પતિ ગયા તો તેમણે કહ્યું કે ડિલિવરી પછી ફરી વિભાની નસબંધી કરી દેશે. વિભા અને તેના પતિ અચ્છાલાલ બન્ને ગુસ્સામાં છે ને કહે છે, પાંચમાં બાળકને તેઓ પોતાની પાસે રાખશે નહી. અમે સરકારને ભેટના રૂપમાં આપી દેશું.CMO સાહેબને બાળક સોંપી દેશું.

પહેવા માતા જોડે વાત કરશુઃDM

આ મામલે જિલ્લા અધિકારી ભવાની સિંહ કહે છે, મને પણ આ બાબતે જાણકારી મળી છે. પહેલા માતા જોડે વાતચીત કરશું. જો તે સંતુષ્ટ ન હોય તો બાળકને ઉછેર ગૃહમાં રાખવામાં આવશે. મહિલાને વળતર આપવાના પ્રયાસો પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp