Video: મહિલાઓ પર શક્તિમાનની વિવાદિત ટિપ્પણી- મહિલાઓનું કામ પર જવું MeTooનું કારણ

PC: freepressjournal.in

મહાભારતમાં ભીષ્મ પિતામહ અને શક્તિમાનના પાત્રથી જાણીતા થયેલા અભિનેતા મુકેશન ખન્નાનો વિવાદો સાથે જાણે એક સંબંધ બની ગયો છે. પાછલા અમુક દિવસોથી મુકેશ ખન્ના પોતાના વિવાદિત નિવેદનોને લીધે ચર્ચામાં છે. હાલમાં જ તેણે કપિલ શર્મા શો અને બિગ બોસને લઇ પણ ટિપ્પણીઓ કરી હતી. આ પહેલા તેમણે પરિવારવાદને લઇ પણ ઘણી વિવાદિત ટિપ્પણીઓ કરી હતી. જોકે, આ પહેલીવાર નથી કે તેણે આ પ્રકારનું નિવેદન આપી વિવાદને આવકાર્યા હોય.

આ પહેલા પણ મુકેશ ખન્ના પોતાના નિવેદનોને લઇ ચર્ચામાં રહ્યા છે. પણ હાલમાં જ તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે મહિલાઓ અને મીટૂ પર વિવાદિત ટિપ્પણી કરતા દેખાઇ છે. મુકેશ ખન્નાનો આ વીડિયો એમ તો જૂનો છે પણ હાલમાં તે ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા યૂઝરોએ મુકેશ ખન્નાની આ ટિપ્પણીનો વિરોધ કર્યો છે.

વીડિયોમાં મુકેશ ખન્ના કહે છે, પુરુષ અલગ હોય છે અને મહિલા અલગ હોય છે. મહિલાની રચના અલગ હોય છે અને પુરુષની જુદી. મહિલાઓનું કામ હોય છે ઘરની સંભાળ કરી, માફ કરજો પણ હું ક્યારેય ક્યારેક બોલી જાઉં છું કે પ્રોબ્લેમ ક્યાંથી શરૂ થાય છે MeTooની જ્યારે મહિલાઓએ બહાર જઈ કામ કરવાનું શરૂ કર્યું. આજે મહિલાઓ પુરુષો સાથે ખભે થી ખભે મળાવી વાત કરે છે.

લોકો વુમન લીવની વાત કરશે, પણ હું તમને કહી દેવ કે પ્રોબ્લેમ અહીંથી જ શરૂ થાય છે. સૌથી પહેલા જે મેમ્બર સહન કરે છે, તે ઘરનું બાળક હોય છે. જેને માતા નથી મળતી. આયાની સાથે બેસી ક્યોકિ સાસ ભી કભી બહુ જોઇ રહ્યું હોય છે. તેની શરૂઆત જ્યારથી થઇ, તેની વચ્ચે આનો આરંભ થયો કે હું પણ તે કરશી જે પુરુષ કરે છે. નહીં...પુરુષ, પુરુષ છે, મહિલા, મહિલા છે.

ઉલ્લેખનીય છે કે, મુકેશ ખન્નાની મહિલાઓ પરની આ ટિપ્પણીનો લોકો વિરોધ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp