યુરોપ-અમેરિકા બાદ ભારતમાં આવી નવી ખતરનાક બીમારી, પહેલો કેસ સુરતમાં

PC: twitter.com

અત્યાર સુધી દેશમાં લોકો કોરોના વાયરસથી પરેશાન હતા, હવે દેશમાં વધુ એક ખતરનાક બીમારી આવી ગઇ છે. આ બીમારીનો પહેલો કેસ ગુજરાતના સુરતમાં જોવા મળ્યો છે. સુરતમાં એક બાળકમાં આ બીમારીના લક્ષણ જોવા મળ્યા છે. આ બીમારીનું નામ છે મલ્ટી સિસ્ટમ ઈંફ્લેમેટરી સિન્ડ્રોમ. જેને MIS-C પણ કહેવામાં આવે છે. પહેલો કેસ સામે આવ્યા પછી સુરત અને ગુજરાતના લોકોમાં ચિંતા વધી ગઇ છે.

સુરતમાં રહેતા એક પરિવારના 10 વર્ષના બાળકના શરીરમાં મલ્ટી સિસ્ટમ ઈંફ્લેમેટરી સિન્ડ્રોમ એટલે કે MIS-Cના લક્ષણો જોવા મળ્યા છે. હેરાનીની વાત એ છે કે, આ બીમારી અત્યાર સુધી માત્ર યૂરોપ અને અમેરિકામાં જ જોવા મળતી હતી. મોટા ભાગના કેસો ત્યાં જ જોવા મળ્યા છે.

પરિવારે તેમના દીકરાને સુરતની એક હોસ્પિટલમાં દાખલ કર્યો છે. બાળકને તાવ છે. તેને ઉલટી, ખાંસી, લૂઝ મોશન થઇ રહ્યા છે. સાથે જ તેની આંખો અને હોઠ પણ લાલ થઇ ગયા છે. પહેલા સુરતના ડૉક્ટર આશીષ ગોટીએ બાળકને તપાસ્યો. ત્યાર પછી તેમણે સુરત અને મુંબઇના અન્ય ડૉક્ટરોની સલાહ લીધી. તપાસ રિપોર્ટ આવી તો જાણ થઇ કે બાળકના શરીરમાં MIS-Cના લક્ષણ જોવા મળ્યા છે.

આ સમયે આ ખતરનાક બીમારી સામે ઝઝૂમી રહેલા બાળકના દિલની પંપિંગ 30 ટકા ઘટી ગઇ હતી. તેના શરીરની નસો ફૂલી ગઇ હતી. તેને કારણે તેને હાર્ટ એટેક પણ આવી શકતો હતો. પણ સાત દિવસની સારવાર પછી બાળકને ઘરે રજા આપી દેવામાં આવી છે. પણ ડૉક્ટરે આ બીમારીને દેશમાં ફેલાવવાની આશંકા વ્યક્ત કરી છે.

આ બીમારીના સકંજામાં 3 વર્ષના બાળકથી લઇ 20 વર્ષ સુધીના કિશોરો પણ આવી શકે છે. બાળકોને વધારે સાવચેત રાખવાની જરૂર છે. ડૉક્ટરોનું કહેવું છે કે, કોરોનાની જેમ જ આ બીમારીને પણ ચેકઅપ દરમિયાન પકડવી મુશ્કેલ છે. MIS-Cથી બચવા માટે એક જ ઉપાય છે કે, તેના લક્ષણોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. જો બાળકને તાવ, ઉલટી, લૂઝ મોશન, આંખો અને હોઠ લાલ થતી દેખાય તો તરત બાળકને ડૉક્ટરને બતાવો. આ બીમારીના સારવાર છે, પણ સમય પર સારવાર ન મળવાથી તે કોરોનાથી વધારે ખતરનાક હોઇ શકે છે.

આ પહેલો મામલો છે જ્યારે કોરોના ઉપરાંત MIS-C નામની બીમારી સુરતમાં સામે આવી છે. એવામાં પોતાના બાળકોને વધારે ધ્યાનમાં રાખવાની જરૂર છે, કારણ કે આ બીમારી બાળકોને તેનો શિકાર બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp