26th January selfie contest
BazarBit

બાળક જોઈએ છે, પણ લગ્ન નથી કરવા, જાણો કેમ નીનાની જેમ મહિલાઓ ઉઠાવે છે આ પગલું

PC: beautifulhomes.com

સમાજે લગ્ન જેવી બેડીઓમાં એ હદે એક મહિલાના પગ જકડી લીધા છે કે, માનો તેના વિના તેના જીવનનો કોઈ આધાર જ નથી. એક રીતે કહીએ તો પરિવાર વધારવા માટે લગ્ન કરવા ખૂબ જ જરૂરી છે. જીવન આ જ રીતે ચાલે છે અને આ જ રીતે ચાલતું રહેશે. જોકે, હવે સમાજ ખૂબ જ બદલાઈ રહ્યો છે અને આજની મહિલાઓ પાર્ટનરની જગ્યાએ પેરેન્ટ બનવાનું પસંદ કરી રહી છે, પરંતુ આજે પણ લગ્ન પહેલા પ્રેગ્નેન્સીને એક ખૂબ જ ખરાબ નજરે જોવામાં આવે છે. કહેવાય છે કે, એક મહિલાનું જીવન ત્યાં સુધી સફળ નથી માનવામાં આવતું, જ્યાં સુધી તેના લગ્ન ન થઈ જાય. આથી કુંવારી માતા, લગ્ન વિના માતા અથવા તો લિવ ઈન રિલેશનશિપ જેવા શબ્દો સમાજમાં અનૈતિક માનવામાં આવે છે. આવું એટલા માટે પણ કારણ કે સમાજના એક મોટા વર્ગનું કહેવું છે કે, સેક્સ વિના ગર્ભ ધારણ ના કરી શકાય. બાળક ઉછેરવા માટે એક પુરુષની પણ એટલી જ જવાબદારી હોય છે, જેટલી એક મહિલાની. પરંતુ આ તમામ બાબતોને નીના ગુપ્તાએ ખોટી સાબિત કરી દીધી.

વાત વર્ષ 1988ની છે, જ્યારે નીના પોતાના પરિવારને કહેતી હતી કે, હું એક બાળકને જન્મ તો આપવા માગુ છું, પરંતુ તેના પિતા સાથે લગ્ન કરવાનો મારો કોઈ ઈરાદો નથી. તો તમે પોતે અંદાજો લગાવી શકો કે ઘરમાં કેટલો મોટો ભૂકંપ આવી ગયો હશે. એ તો આપણે સૌ જાણીએ છીએ કે, નીના અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિવિયન રિચર્ડ્સનું અફેર લાંબો સમય નહોતું ચાલ્યું, પરંતુ ઓછાં સમયના સંબંધમાં પણ નીના તેના બાળકને જન્મ આપવા માટે રાજી થઈ ગઈ હતી. જોકે, નીનાએ એક ઈન્ટરવ્યૂમાં એ વાતને પણ સ્પષ્ટ કરી દીધી હતી કે તેના અને વિવિયનની વચ્ચે કોઈ ઈમોશનલ અટેચમેન્ટ નહોતું. જે સમયે તે વિવિયન રિટર્ડ્સને ડેટ કરી રહી હતી, તે સમયે તે પોતાની વાઈફથી અલગ થઈ ચુક્યો હતો, પરંતુ તેમના છૂટાછેડા થયા નહોતા. પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે, શા માટે મહિલાઓ નીના ગુપ્તાની જેમ લગ્ન કર્યા વિના માતા બનવા જેવા પગલાં ઉઠાવવા માટે મજબૂર બની જાય છે.

સમય રહેતા ગર્ભધારણ અંગે જાણકારી ન મળવી

ક્યારેક-ક્યારેક આવી સ્થિતિ પણ મહિલાઓને આવા સાહસી પગલાં ઉઠાવવા માટે મજબૂર કરી દે છે, જ્યારે તેમને યોગ્ય સમયે પોતાની પ્રેગ્નેન્સી વિશે જાણ નથી થતી. એવી સ્થિતિમાં મહિલાઓ ન ઈચ્છવા છતા લગ્ન કર્યા વિના માતા બનવાનું ટેગ લેવા પર મજબૂર બની જાય છે. એવું નથી કે તે અબોર્શનનો ઓપ્શન નથી શોધતી, પરંતુ ગર્ભધારણના 20 અઠવાડિયા બાદ ગર્ભપાત ના કરાવી શકાય.

એકલતા દૂર કરવા માટે

આપણા જીવનમાં કેટલાક સંબંધો એવા હોય છે, જેને ઈચ્છવા છતા આપણે પોતાનાથી દૂર નથી કરી શકતા અથવા એમ કહીએ કે તેમનો એહસાસ જ આપણા એકલતાભર્યા જીવનને ભરવા માટે પૂરતો હોય છે. આવી સ્થિતિમાં પણ મહિલાઓ પોતાની એકલતા દૂર કરવા માટે ગર્ભધારણ જેવા પગલાં ઉઠાવવા માટે મજબૂર બનતી હોય છે.

સંયુક્ત પરિવારમાં ન રહેવું

સંયુક્ત પરિવાર અને એકલ પરિવાર આપણા સંબંધો પર જ નહીં પરંતુ આપણા જીવન પર પણ ગાઢ અસર કરે છે. ક્યારેક-ક્યારેક મહિલાઓ આ સંદર્ભમાં પણ લગ્ન કર્યા વિના માતા બનવા જેવા ઓપ્શન માટે તૈયાર થઈ જાય છે. કારણ કે તે કોઈ સંયુક્ત પરિવારનો નહીં પરંતુ એક એકલ પરિવારનો હિસ્સો છે, જ્યાં તેમને પરિવારના અન્ય લોકોનો ડર નથી.

સ્વાભિમાની હોવુ

તમે એક સંબંધ બનાવ્યો છે, તેના જવાબદાર તમે છે, તેમાં આવનારા એ બાળકનો કોઈ વાંક નથી. ક્યારેક-ક્યારેક મહિલાઓ એ વાતોને વિચારીને પણ ગર્ભધારણ કરવાથી પાછળ નથી હટતી કે પછી એમ કહીએ કે ગર્ભપાત કરાવવું તેમને મંજૂર નથી હોતું.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp