હવે સિંગલ અને અપરિણીત મહિલા પણ ગર્ભપાત કરાવી શકશે, મોદી કેબિનેટની મંજૂરી

PC: indiatimes.com

કેન્દ્રીય કેબિનેટ એક મહત્વના કાયદામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેંસી એક્ટમાં ફેરફારને મંજૂરી મળી ગઈ છે. ગર્ભનિરોધક ઉપાયો કામ ન આવવાને કારણે થયેલા ગર્ભપાતને કાયદાકીય રીતે ગણવા માટે આ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, આ કાયદો સિંગલ અને અપરિણીત મહિલાઓ માટે પણ માન્ય રહેશે. જેના દ્વારા અપરિણીત અને સિંગલ મહિલા કાયદાની અંદર અને સુરક્ષિત રીતે અનિચ્છીત ગર્ભને અબોર્ટ કરાવી શકે છે.

હાલનો ગર્ભપાત કાયદો લગભગ 5 દશકા જૂનો છે. હાલમાં જે કાયદો છે જે અનુસાર જો ગર્ભ નિરોધક કામ નહીં કરે કે અનિચ્છીત ગર્ભના ગર્ભપાત માટે કાયદામાં માત્ર પરિણીત મહિલાઓના કેસમાં જ માન્ય છે. આ કાયદા પ્રમાણે સગીર યુવતીઓ માટે પેરેન્ટ્સની લેખિત પરવાનગી જરૂરી છે. જ્યારે અપરિણીત મહિલા ગર્ભ નિરોધક કામ ન આવ્યું એ કારણસર ગર્ભપાત કરાવી શકે નહીં.

અબોર્શન માટેના સમયમાં વધારોઃ

ગર્ભપાતની અવધિને 20 અઠવાડિયાને બદલે 24 અઠવાડિયા કરવાનો પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવ્યો છે. જેમાં દિવ્યાંગ અને સિંગલ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ જો ભ્રૂણમાં કોઈ અસમાન્યતા હોય તો 20 અઠવાડિયા બાદ કોઈપણ સમયે અબોર્શન કરવાની પરવાનગી મળશે.

સિંગલ મહિલાઓ માટે રાહતઃ

કાયદાકીય રીતે માતાના જીવને જોખમ હોવું, રેપને કારણે ગર્ભ હોવો, બાળક શારીરિક કે માનસિક રીતે દુર્ભળ હોવા પર ગર્ભ નિરોધક કામ ન કરવા પર ગર્ભને 20 અઠવાડિયાની અંદર ગર્ભપાત કરાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp