આ પાર્ટી લોકસભામાં 33% મહિલાઓને આપશે ટિકિટ, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

PC: GajananNirphale

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે વિવિધ પાર્ટીઓ ચોંકાવી દે તેવી જાહેરાત કરી રહી છે. તેવામાં ઓરિસ્સાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળ(BJD)ના અધ્યક્ષ નવીન પટનાયકે લોકસભા ચૂંટણી પહેલા મોટી જાહેરાત કરી દીધી છે. એક રેલી દરમિયાન CM પટનાયકે કહ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી મહિલા ઉમેદવારને ટિકિટ આપવા માટે 33% બેઠક અનામત રાખશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ પટનાયક સંસદ અને વિધાનસભામાં મહિલાઓને આરક્ષણ આપવાની વાત કરી ચૂક્યા છે.

Image result for CM Patnaik

CM પટનાયકે કેન્દ્રપાડામાં એક ચૂંટણીની જનસભાને સંબોધિત કરતા એલાન કર્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી 33% મહિલાઓને ટિકિટ આપશે.

Related image

આ પહેલા પટનાયક રાજ્ય વિધાનસભામાં સંસદ અને વિધાનસભામાં મહિલાઓને 33% અનામત આપવાનો પ્રસ્તાવ મૂકી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે ઓરિસ્સાને લઇને એ સમર્પણ દેખાડવું પડશે કે અહિંયાની મહિલાઓ સશક્ત છે અને રાષ્ટ્ર નિર્માણ માટે પોતાનું યોગદાન આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp