હૈદરાબાદમાં 24 કલાકની અંદર અન્ય એક મહિલાની બળી ગયેલી લાશ મળી

PC: patrika.com

હજુ તો હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે થયેલા દુષ્કર્મનો મામલો થમ્યો નથી, એવામાં અન્ય આવો જ કેસ સામે આવ્યો છે. શમશાબાદમાં અન્ય એક મહિલાની બળેલી લાશ મળી છે. આ તે જ વિસ્તાર છે જ્યાં 24 કલાક પહેલા જ મહિલા ડૉક્ટર સાથે રેપ કરી તેમને સળગાવી દેવામાં આવ્યા હતાં.

અન્ય એક બળેલી લાશ મળી આવતા સાઈબરાબાદ પોલીસ કમિશ્નર વીસી સજ્જનરે કહ્યું કે, શમશાબાદના બહારના વિસ્તારમાંથી શવ મળ્યું છે. શવને સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું છે.

સાઈબરાબાદના શમશાબાદ પોલીસ ક્ષેત્રમાં અન્ય એક મહિલાનું શવ મળી આવ્યું છે. શમશાબાદ પોલીસ સ્ટેશન ક્ષેત્રના સિડ્ડુલાગટ્ટા રોડની પાસે મહિલાનું બળી ગયેલું શવ મળી આવ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.

ટોલ પ્લાઝા પાસે મહિલા ડોક્ટરનું શવઃ

આ પહેલા એક મહિલા વેટરનરી ડૉક્ટર સવારે ડ્યૂટી માટે હોસ્પિટલ ગયા બાદ સાંજે ઘરે પરત આવ્યા ન હતા અને બીજા દિવસે સવારે તેમની સળગી ગયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

રિપોર્ટ અનુસાર, તેલંગણામાં હૈદરાબાદ નજીક રહેતી એક મહિલા વેટરનરી ડૉક્ટર સાંજે ડ્યૂટી પૂરી કરીને ઘરે પરત ફરી રહી હતી, ત્યારે તેની સ્કૂટીમાં પંક્ચર પડ્યું હતું, આ અંગેની જાણકારી તેણે પોતાની બેનને ફોન કરીને આપી હતી, સાથે જ તેણે જણાવ્યું હતું કે, કેટલાક લોકો મારી મદદ કરવાનું કહી રહ્યા છે એટલે હું તને પછી ફોન કરીશ. ત્યારબાદ તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો અને બીજા દિવસે સવારે પોલીસને તેમની બળી ગયેલી લાશ મળી આવી હતી.

વેટરનરી ડૉક્ટર બુધવારે પોતાના ઘર શમ્શાબાદથી કોલ્લુરુ સ્થિત પશુ ચિકિત્સાલય ગઈ હતી. ત્યાંથી જ્યારે તે પાછી ફરી રહી હતી, ત્યારે સાંજે આશરે 6 વાગ્યે ટોલ પ્લાઝાની નજીક તેની સ્કૂટીમાં પંક્ચર પડ્યું હતું. ત્યારબાદ દિશાએ મદદ માટે પોતાના પરિચિતોને ફોન કર્યો હતો. ત્યારબાદ દિશાએ પોતાની બહેનને ફોન કર્યો અને આ અંગે જાણકારી આપી હતી. દિશાએ જ્યારે તેની બહેનને કહ્યું કે, તેને ડર લાગી રહ્યો છે, તો ત્યારે તેની બહેને દિશાને ટોલ પ્લાઝા પર જઈને કેબમાં ઘરે આવી જવાની સલાહ આપી હતી.

ત્યારબાદ દિશાએ કહ્યું હતું કે, કેટલાક લોકોએ તેને મદદ કરવા કહ્યું છે આથી હું તને થોડીવાર બાદ ફોન કરું છું. ત્યારબાદ દિશાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો. ત્યારબાદ પરિવારજનોએ શાદનગર ટોલ પ્લાઝા પાસે દિશાની શોધખોળ આદરી હતી, પરંતુ તે ના મળી. સવારે શાદનગરના અંડરપાસ પાસેથી તેની બળી ગયેલી લાશ મળી આવી હતી. પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.

(પીડિત યુવતીનું નામ બદલ્યું છે.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp